YOGA DAY: કોટામાં અઢી લાખ લોકોએ યોગ ગુરુ રામદેવ સાથે કર્યા YOGA, બન્યો વર્લ્ડ રેકોર્ડ
આ કાર્યક્રમમાં લંડનથી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી હતી. યોગ કાર્યક્રમમાં લોકો સવારે 5 વાગ્યાથી આરએસી ગ્રાઉન્ડમાં પહોંચવા લાગ્યા હતા. પ્રવેશ માટે 8 દરવાજા બનાવવામાં આવ્યા હતા અને દરેક વ્યક્તિને બારકોડ આપવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, બાબા રામદેવે એક દિવસ પહેલા જ બુધવારે લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર રહ્યાં હતાં.
લંડનથી આવેલા ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓબ્ઝર્વર સવારથી રેકોર્ડ નોંધી રહ્યા હતા. યોગ સાધકો દ્વારા કોટામાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અળગ રેકોર્ડ બનાવવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, રાજસ્થાન સરકારે રામદેવને યોગ દિવસ પર કોટામાં યોગાભ્યાસ કરાવવાનું નિમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન ચિકિત્સા મંત્રી કાલીચરણ સરાફે જણાવ્યું કે આ યોગાભ્યાસમાં કોટા સહિત રાજસ્થાનના વિભિન્ન જિલ્લાઓમાંથી આવેલા લોકોની સાથે અહીં સંચાલિત કૉચિંગ ઇન્સ્ટીટ્યૂટના વિદ્યાર્થી, પોલીસકર્મી, સૈન્યકર્મી વગેરેએ ભાગ લીધો હતો.
કોટાઃ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે દેશભરમાં મોટી સંખ્યામાં યોગાભ્યાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા. આ કડીમાં રાજસ્થાનના રાજ્ય સ્તરના યોગ કાર્યક્રમ અંતર્ગત યોગ ગુરુ બાબા રામદેવે ગુરુવારે સવારે કોટામાં બે લાખથી અધિક લોકોની સાથે યોગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. કાર્યક્રમમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ પહોંચી હતી.
સોમવારે અને મંગળવારે 49 અવે બુધવારે 51 રેકોર્ડ બનાવવામાં આવ્યા છે. આ દરેક રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે અને તેમના તરફથી સાધકોને સર્ટીફિકેટ પણ આપી દેવામાં આવ્યા છે.
મોટી સંખ્યામાં યોગાભ્યાસની સાથે કેટલાય બીજા અનેક રેકોર્ડ બન્યા હતા. આ દરમિયાન 5 વર્ષથી લઇને 100 વર્ષ સુધીના લોકોએ યોગ કર્યા હતા. યોગાભ્યસ દરમિયાન અહીં એક વ્યક્તિએ 1 કલાક 3 મિનીટ સુધી શિર્ષાસન કર્યું હતું, અગાઉનો રેકોર્ડ 1 કલાકનો હતો. સાથે એક વ્યક્તિએ અઢી હજાર પુશઅપ્સ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -