એમપીમાં કૉન્સ્ટેબલની ભરતીમાં ઓળખ માટે ઉમેદવારોની છાતી પર લખવામાં આવ્યું SC/ST
આખી ઘટના સામે આવ્યા બાદ વહીવટી તંત્ર આલમમાં હડકંપ મચી ગયો છે. સીએમએચઓ ડૉક્ટર આરસી પનિકાનું કહેવું છે કે, આ ગંભીર મામલો છે, આવું નહીં થવું જોઇએ. આખી ઘટનાની તપાસ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ આખા મામલામાં એસપી વિરેન્દ્ર સિંહ પણ ગંભીર દેખાયા. તેમને તપાસ કરાવીને દોષીઓ પર કાર્યવાહી કરવાની વાત કહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધારમાં મેડિકલ ટેસ્ટ દરમિયાન ભરતી માટે આવેલા ઉમેદવાર યુવાનોની છાતી પર એસસી, એસટી, ઓબીસી અને જનરલ કેટેગરી લખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે, એસસી-એસટી વર્ગનું અપમાન છે, વળી આ મામલે પોલીસે તપાસનો આદેશ આપી દીધો છે.
મામલો ધાર જિલ્લા હૉસ્પીટલનો છે, જ્યાં કૉન્સ્ટેબલની ભરતી માટે ઉમેદવાર મેડિકલ ટેસ્ટ કરાવવા માટે પહોંચ્યા હતો. મેડિકલ કરાવવા દરમિયાન જનરલ કેટેગરી અને એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોને અલગ ઉભા રાખવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ બધા એસસી-એસટી ઉમેદવારોની છાતી પર તેમની જાતિ લખી દેવામાં આવી, આ દરમિયાન જિલ્લા હૉસ્પીટલનું મેડિકલ બોર્ડ અને પોલીસ વિભાગના કર્મચારી અધિકારીઓ પણ હાજર હતાં.
ભોપાલઃ મધ્યપ્રદેશ ટૂરિઝ્મની જાહેરાતની લાઇન છે કે એમપી અજબ છે, આ વાત હવે સમજાઇ રહી છે. એમપીના ધાર જિલ્લામાં કૉન્સ્ટેબલની ભરતી માટે આવેલા ઉમેદવારોની ઓળખ માટે તેમની છાતી પર જાતિ લખી દેવામાં આવી હતી, તેમની છાતી પર એસટી-એસટી લખવાનો મામલો સામે આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -