UP: BJP નેતાને જેલ મોકલનારા સીઓ શ્રેષ્ઠા ઠાકુરની બદલી, ભાજપના નેતાઓએ ગણાવી પોતાની જીત
પ્રમોદ લોધીએ આરોપ લગાવ્યો કે પોલીસે દંડ ફટકારવવાના નામે તેમની પાસે બે હજાર રૂપિયાની માંગ કરી. હંગામો કરી રહેલા નેતાઓ અને કાર્યકર્તાઓને શ્રેષ્ઠા સિંહને કહ્યું કે, “જો તમે લોકો સીએમ સાહેબ પાસેથી ચીઠ્ઠી લખાવીને લાવશો કે પોલીસને ચેકિંગનો કોઈ જ અધિકાર નથી. તેઓ ગાડીઓનું ચેકિંગ ન કરે. અમે તમારી ગાડીઓની તપાસ નહીં કરીએ. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે, સરકારી કામકાજમાં અડચણ ઊભી કરશે અને ગેરવર્તણૂંક કરશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રમોદ લોધીએ ઠાકુર સાથે અભદ્રતા કરી હતી, જે બાદ તેમના વિરૂદ્ધ સરકારી કાર્યમાં અડચણ ઊભી કરવાના મામલે FIR દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. જયારે પ્રમોદને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો તો મોટી સંખ્યા ભાજપના નેતા અને સમર્થકો પહોંચી ગયા અને પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે 23 જૂનનાં રોજ સ્યાનામાં ચેકિંગ દરમિયાન જિલ્લા પંચાયતના સભ્ય પ્રવેશ દેવીના પતિ પ્રમોદ લોધીને પોલીસે હેલમેટ અને જરૂરી કાગળ વગર બાઈક ચલાવતા પક્ડયા હતા અને દંડ ફટકાર્યો હતો જે બાદ તેઓ સ્યાના સીઓ શ્રેષ્ઠા ઠાકુર સાથે માથાકૂટમાં ઉતરી ગયા હતા.
ભાજપના સ્થાનિક નેતાએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ દંડથી બચવા રૌફ જમાવવોનો પ્રયાસ કરતાં ઠાકુરે તેમની સામે કાર્યવાહી કરી હતી. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ એક તરફ પ્રદેશમાં કાયદા વ્યવસ્થા સુધારવાની વાત કરે છે તો બીજી બાજુ ભાજપના જ કેટલાંક નેતાઓ અને કાર્યકર્તાઓ દાદાગીરી છોડવાનું નામ નથી લેતાં.
બુલંદશહેરઃ ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાને પાઠ ભણાવનારી મહિલા પોલીસ અધિકારી શ્રેષ્ઠા ઠાકુરની બદલી કરી દેવામાં આવી છે. શ્રેષ્ઠા ઠાકુરની બુલંદશહેરથી બહરાઇચમાં બદલી કરાઇ છે. ઠાકુરે બુલંદશહેરના સ્થાનિક બીજેપી નેતા સહિત પાંચ લોકોને પોલીસ કાર્યવાહીમાં ડલખગીરી કરવા બદલ તેમજ પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તણૂંક કરવાના આરોપમાં જેલ મોકલ્યાં હતા. શ્રેષ્ઠા ઠાકુરની બદલી થતાં ભાજપના સ્થાનિક નેતાઓ તેને પોતાની જીત ગણાવી રહ્યાં છે.
શ્રેષ્ઠા ઠાકુરની બદલીથી સ્થાનિક નેતાઓ પોતાનું સન્માન સમજી રહ્યાં છે. સાથે જ ઠાકુર વિરૂદ્ધ કાર્યવાહીની માંગ પણ કરી રહ્યાં છે. બુલંદશહેર ભાજપ અધ્યક્ષ મુકેશ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ઠાકુર પર સીએમ યોગી આદિત્યનાથ અને અન્ય પાર્ટી નેતાઓ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -