મુંબઈની લોકલ ટ્રેનમાં યુવકે પેન્ટની ચેઈન ખોલીને યુવતી સામે શરૂ કરી અશ્લીલ હરકતો ને..........
મુંબઈની લોકલ ટ્રેનમાં 29 વર્ષિય અભિજીત સિંહે ભીડનો લાભ ઉઠાવી પોતાના પેન્ટની ચેન ખોલીને 24 વર્ષની યુવતી સાથે અશ્લિલ હરકત કરવા લાગ્યો હતો. યુવતીએ આ જોતાં જ તેને ટ્રેનમાં બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોએ અભિજીતને પકડીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. ત્યાર બાદ તેને રેલવે પોલીસને સોંપી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંધેરી રેલવે પોલીસ સ્ટેશના સીનિયર ઈન્સ્પેક્ટર પ્રમોદ બાબરે જણાવ્યું હતું કે, આરોપી યુવક અભિજીત યુવતીની પાછળ ઉભો હતો અને તેની સાથે ગંદી હરકત કરી. યુવક વિરૂદ્ધ આઈપીસીની કલમ 354 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
યુવતીએ રેલવે પોલીસને જણાવ્યું હતું કે, તેને ધ્યાનમાં આવ્યું હતું કે આ યુવક તેને વિરાર સ્ટેશનથી તેનો પીછો કરતો હતો. સ્પર્ષની જાણ થતાં જ યુવતીએ મદદ માટે એ જ કંપાઉન્ડમાં પોતાના પરિજનોને બોલાવ્યા હતાં. પરંતુ એટલામાં તો આજુબાજુમાં ઉભેલા લોકોએ જ તેને પકડી પાડ્યો હતો અને અંધેરી પોલીસ સ્ટેશન પર રેલવે પોલીસના હવાલે કરી દીધો હતો.
ટ્રેનમાં ભીડ વધારે હોવાથી મને પહેલા તો ખબર જ ના પડી કે આમ કોણ કરી રહ્યું છે. પરંતુ ટ્રેન જ્યારે જોગેશ્વરી સ્ટેશન નજીક પહોંચી તો મેં પાછળ ફરીને જોયું તો પારી પાછળ ઉભેલો એક વ્યક્તિ પોતાના પેંટની ચેન ખોલીને મને સ્પર્ષ કરી રહ્યો હતો.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પોતાના પરિવારના 10 લોકો સાથે વિરારના એક મંદિરમાંથી દર્શન કરીને પરત ફરી રહી હતી. ટ્રેન જ્યારે બોરીવલી સ્ટેશનથી રવાના થઈ તો તેને કોઈ વ્યક્તિ ગંદી રીતે સ્પર્ષ કરી રહ્યો હોવાનું જણાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -