જોધપુરઃ જોધપુરના મંડોર ક્ષેત્રમાં કેટલાક દિવસ પહેલા એક એટીએમમાં પૈસા કાઢવા માટે ગયેલા યુવકને ચાકૂ મારનાર આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. એટીએમમાં લાગેલા કેમેરાની મદદથી પોલીસે આ યુવકની ધરપકડ કરી છે. આ યુવક સાથે એક કિશોરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એટીએમમાં હુમલો કર્યા પછી બંને જોધપુર ફરાર થઈ ગયા હતા, પરંતુ તેઓ પરત ફરતા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ આરોપીઓ લૂંટ ન કરી શકતા યુવકને છરીના ઘા મારી દીધા હતા. આ ઘટના સીસીટીવીમાં કૈદ ગઈ હતી.

સીસીટીવી પ્રમાણે એક યુવક એટીએમમાંથી પૈસા કાઢી રહ્યો છે. તેની પાછળ એક બુકાની બાંધેલો શખ્સ ઊભો છે અને પૈસા લૂંટવામાં નિષ્ફળ જતા તે યુવક પર ચાકૂથી હુમલો કરી દે છે. આ ઘટના માતાના થાન ક્ષેત્રમાં રહેનારા દલપતસિંહનો પુત્ર ભીખસિંહ જોધપુર-નાગૌર રોડ પર આવેલા એટીએમમાંથી પૈસા કાઢવા ગયો હતો, ત્યારે આ ઘટના બની હતી. આરોપીએ તેને બેથી ત્રણ ઘા પેટમાં કર્યા હતા. દલપત હજુ સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ ગંભીર છે. દલપતે એટીએમમાંથી 26 હજાર રૂપિયા કાઢ્યા હતા.