PAASનો નેતા હોવાનો દાવો કરતાં યુવકે ઉદ્યોગપતિના પુત્રની કરી હત્યા, પછી પણ માગતો રહ્યો બે કરોડની ખંડણી
જામનગરઃ પોતાને પાટીદાર અગ્રણી અને પાસનો નેતા ગણાવતા મયંક સાંઘાણી નામના યુવકે ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરીને બે કરોડની ખંડણી માગી હોવાનો તેમજ ઉદ્યોગપતિના પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જુગારમાં ત્રણ કરોડ રૂપિયા હારી જતાં દેવું થઈ ગયું હોવાથી દેવું ચૂકવવા માટે મયંકે અપહરણનો પ્લાન બનાવ્યો હતો. ક્રાઇમ પેટ્રોલ પરથી જામનગરના મોટા ઉદ્યોગપતિ કિશોર સોનીના પુત્ર કરણનું ગત 30મી ઓગસ્ટે અપહરણ કર્યું હતું અને તેના પિતાને એસએમએસ કરીને બે કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી.
આ અંગે મયંકને જાણ થઈ ગઈ હોવા છતાં તે વારંવાર મેસેજ કરીને ખંડણીની માગણી કરી રહ્યો હતો. બીજી તરફ પોલીસે ચાર ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. અને મયંકની ખીજડીયા પાટીયાથી પોલીસે ધરપકડ કરીને આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મોબાઇલ ટ્રેકિંગના આધારે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે હત્યાના આરોપમાં મયંકના આરોપીની ધરપકડ કરી છે.
મયંકે કરણનું અપહરણ બુધવારે બપોરે કર્યું હતું. તેનું અપહરણ કરવા કરણને મયંકે રણજિત સાગર રોડ ઉપરના એક એપાર્ટમેંટ બોલાવ્યો હતો અને તે દરમિયાન કરણે સામનો કરતાં મયંકે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. જો કે હત્યા બાદ પણ મયંકે ખંડણી માગવાનું ચાલુ રાખ્યું હતું. આથી કરણના પિતાએ પોલીસને જાણ કરતાં પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન કરણની લાશ રણજીત સાગર પેટ્રોલ પંપ પાછળના કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.
પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, મયંક પટેલ પોતાને પાટીદાર અગ્રણી ગણાવતો હતો. સાથે જ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ સાથેના પોતાના ફોટા પણ અપલોડ કર્યા હતા.