Health tips : સૌથી પહેલા મસ્સાની વાત કરીએ કે આખરે મસ્સા શું છે. મસ્સા એક પ્રકારનું ત્વચાનું સંક્રમણ છે. જે હ્યુમન પેપિલોમા વાયરસના કારણે વ્યક્તિના શરીરમાં થાય છે. મસ્સા એક પ્રકારનું વાયરસ સંક્રમણ છે. જેના કારણે ત્વચા પર ડાઘ થઇ જાય છે અને કરચલીઓ પડી તે ઉપસી આવે છે.
સમાન્ય રીતે પિમ્પલ અને ડાઘ ધબ્બા ચહેરા પર થવા ખુબ સામાન્ય સમસ્યા છે. પરંતુ શું આપ જાણો છો કે, તેને નજર અંદાજ કરવું મોટી ભૂલ સાબિત થઇ શખે છે. કારણ કે નાનકડો મસ્સો બાદમાં મોટી બીમારીનું રૂપ ધારણ કરી શકે છે.આપને એ જાણવું જરૂરી છે કે, મસ્સા એક કેન્સરનું રૂપ પણ ધારણ કરી શકે છે. પેપિલોમા વાયરસના કારણે મસ્સા થાય છે. જે વધુ દાઢીની આસપાસના એરિયામાં થાય છે.
મસ્સા શા કારણે થાય છે?
સૌથી પહેલા વાત કરીએ મસ્સા કેમ થાય છે. આ એક ત્વચાનું સંક્રમણ છે. જે હ્યુમન પેપિલોમા વાયરસના કારણે વ્યક્તિના શરીરમાં થાય છે. ચહેરા પર જનનાંગો પર વધુ મસ્સા થાય છે. કેટલીક વખત ત્વચા સાફ ન રાખવાના કારણે પણ મસ્સા થાય છે. માટી ઘૂળની ચહેરા જામી જાય છે અને ધીરી ધીરે તે મસ્સાનું રૂપ ધારણ કરે છે.
પાર્લર અથવા સલૂનમાં પૂરૂષ અથવા મહિલાઓ દ્વારા વેક્સિંગ કરવાવતી વખતે સામાન્ય રીતે સંક્રમણ થાય છે. એટલા મા
આઇબ્રો અને દાઢીની આસપાસ મસ્સા એક સામાન્ય બાબત છે. આ સિવાય કોઇએ યુઝ કરેલ નેપકિન, ટૂવાલ યુઝ કરવાથી પણ સંક્રમણ થઇ શકે છે. જે લોકોની રોગપ્રતિકારકશક્તિ નબળી હોય છે. મધુપ્રમેહ હોય છે તેમને આ બીમારી વધુ થવાની શક્યતા રહે છે.
મસ્સાના 4 પ્રકાર હોય છે
- પહેલા પ્રકારની વાત કરીએ તો તે હાથમાં થાય છે અને તે કોમન મસ્સા હોય છે
- બીજા પ્રકારના મસ્સા માથા અને ચહેરાના ભાગમાં સૌથી વધુ થાય છે.
- ત્રીજા પ્રકારના મસ્સા વધુ પગમાં અને ઘૂંટણમાં થાય છે, જે દુખાવનાનું કારણ પણ બને છે.
- ચોથો પ્રકાર જનનાંગ પર હોય છે, જે આપને લિંગ એટલે કે, યોની કે મળાશયની પાસે થઇ શકે છે. જેને જેનિટલ મસ્સા કહે છે.આ મસ્સા આપને યૌન સંચારિત સંક્રમણને વધારે છે. તેમજ યૌન સંપર્કના માધ્યમથી બીજામાં ફેલાઇ છે.
- એચપીવી અને જેનિટલ મસ્સા કેટલાક પ્રકારના કેન્સર સાથે જોડાયેલા છે. જેમાં ગર્ભાશય, ગળાનું કેન્સર સામેલ છે.
શેવિંગ કરતી વખતે હાઇજિનનું ધ્યાન રાખો
નખથી તેને દૂર કરવાની કોશિશ ન કરો રો
ટુવાલ, નેપકિન, નેઇલ ક્લિપર્સ અન્ય અંગત સામાન શેર કરવાનું બંધ કરે છે
HPV વેક્સિન લગાવો અને કોન્ડોમનો ઉપયોગ કરો
મસાને અન્ય જગ્યાએ ફેલાતો અટકાવવા માટે પગને સૂકા રાખો અને ત્વચાને સ્વચ્છ રાખો