Fuel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે સપ્તાહથી સતત વધારો કરવામાં આવી રહ્યો છે. મંગળવારે ફરી એકવાર બંનેની કિંમતમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધેલા ભાવ બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 104 રૂપિયા 61 પ્રતિ લીટર થઈ ગયું છે જ્યારે ડીઝલ 95 રૂપિયા 87 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
મુંબઈમાં છેલ્લા 15 દિવસમાં 13મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે સવારે 6 વાગ્યાથી મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 84 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 85 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલની નવીનતમ કિંમત 119.67 પૈસા છે જ્યારે ડીઝલની કિંમત 103.92 પૈસા છે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 79 પૈસા અને ડીઝલમાં આજે પ્રતિ લિટરે 82 પૈસાનો વધારો થયો છે. તો નવા ભાવ વધારા સાથે રાજ્યમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104ને પાર પહોંચી ગઈ છે. તો ડીઝલ 100 રૂપિયાને નજીક પહોંચી ગઈ છે. ભાવનગરમાં ડીઝલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં 13 વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. 13 દિવસમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે નવ રૂપિયાને 23 પૈસાનો વધારો થયો છે. જ્યારે 13 દિવસમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરે નવ રૂપિયાને 40 પૈસાનો ભાવ વધારો થયો છે.
રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પર નજર કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ ની કિંમત પ્રતિ લિટરે 104.26 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 98.58 રૂપિયા પર પહોંચી ગઈ છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.93 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 98.25 રૂપિયા પર પહોંચી ગઈ છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.03 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 98.80 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.47 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિમત પર પ્રતિ લિટરે 98.80 રૂપિયા પર પહોંચી ગઈ છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.20 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 98.53 રૂપિયા પર પહોંચી ગઈ છે.
જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.91 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 99.25 રૂપિયા પર પહોંચી ગઈ છે.
સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.14 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 98.48 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત 105.94 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિમતે સદી વટાવીને 100.27 રૂપિયા પર પહોંચી ગઈ છે.