EPFO Subscribers Alert Online Fraud: જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અંતર્ગત મળનારા પ્રૉવિડન્ટ ફન્ડ (PF Account) સબ્સક્રાઇબર છો, તો આ ખબર તમારા માટે કામની સાબિત થઇ શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (Employees Provident Fund Organisation-EPFO) પોતાના સબ્સક્રાઇબર્સને ઓનલાઇન ફ્રૉડ (Online Fraud)ના ખતરાને લઇને ચેતાવણી આપી છે. EPFOએ PF એકાઉન્ટને સ્કેમથી બચાવવા માટે કેટલીક ટિપ્સ બતાવીએ છીએ, જેમે કે નકલી કૉલ કે મેસેજથી તમે સાવધાન રહો. ઇપીએફઓએ કહ્યું કે, તે કોઇપણ વ્યક્તિની સાથે UAN, પાસવર્ડ, પાન કે આધાર જેવી સંવદેનશીપ જાણકારી શેર ના કરે. ઇપીએફઓ સબ્સક્રાઇબર્સને કોઇપણ વ્યક્તિની સાથે  ફોન કે સોશ્યલ મીડિયા પર આ ડિટેલ્સને ક્યારેય શેર ના કરવી જોઇએ. ભલે પછી તે પાર્ટી ઇપીએફઓનો પ્રતિનિધિ હોવાનો દાવો જ કેમ ના કરતી હોય. 


ઇપીએફઓએ કહ્યું કે, ક્યારેય પણ કોઇપણ વ્યક્તિની સાથે યુએએન, પાસવર્ડ, પાન, આધાર, બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ, ઓટીપી કે કોઇપણ બીજી પર્સનલ કે નાણાંકીય ડિટેલ્સને શેર ના કરો. ઇપીએફઓએ પોતાના સબ્સક્રાઇબર્સને ફોન કે સોશ્યલ મીડિયા પર પર્સનલ ડિટેલ્સ જેવી કે આધાર કાર્ડ, પાન નંબર, યૂએએન, બેન્ક એકાઉન્ટ કે ઓટીપી શેર કરવા માટે નથી કહેતુ, ઇપીએફઓ કે તેનો સ્ટાફ ક્યારેય પણ મેસેજ, કૉલ, ઇમેલ, વૉટ્સએપ કે સોશ્યલ મીડિયા પર આ ડિટેલ્સને નથી માંગતુ. 


EPFOએ સુપ્રીમ કોર્ટને નવેમ્બરમાં આપેલા આદેશનું પાલન કરતાં વધુ પેન્શનનો રસ્તો ચોખ્ખો કરી દીધો છે, જોકે, 31 ઓગસ્ટ, 2014 સુધી રિટાયર થઇ ચૂકેલા પેન્શનર્સને આનો લાભ નહીં મળે. 1 સપ્ટેમ્બર, 2014 કરે તેના પછી ઇપીએસ સ્કીમમાં સામેલ થનારા લોકોની પાસે વધુ પેન્શન મેળવવાનો ઓપ્શન હશે. EPFO કર્મચારીઓને હવે પોતાની વાસ્તવિક સેલેરીના 8.33 ટકાના બરાબરની રકમ ઇપીએસમાં જમા કરાવવાનો મોકો મળશે. આની મેક્સિમમ સીમા 15,000 રૂપિયા પ્રતિ મહિના હશે, ઇપીએફઓએ એક નવી વિન્ડો ઓપન કરી છે, આ એવા કર્મચારીઓ માટે છે, જેમને પોતાની નોકરીના સમયે ઇપીએસના મેમ્બર રહેતા 5000 રૂપિયા કે 6500 રૂપિયાના વેતનથી વધુ પેન્શન માટે યોગદાન આપ્યુ છે.


EPFO Insurance: EPFOમાં મળે છે Life Insurance, જાણો શું છે યોજના અને તેના ફાયદાઓ?


EPFO ​​તેના નોંધાયેલા કર્મચારીઓને જીવન વીમા કવચ આપે છે. ઘણા લોકો આ વિશે જાણતા નથી જેના કારણે તેઓ તેનો લાભ લઈ શકતા નથી. ઉલ્લેખનીય છે કે  EPFO ​​કર્મચારીઓને ગ્રેચ્યુઈટી અને પેન્શનની સાથે Insurance કવચ પણ આપે છે.


ક્યારે મળે છે Insurance?


EPFOમાં કર્મચારીઓને 1976 થી વીમા કવચ આપવામાં આવી રહ્યું છે પરંતુ માહિતીના અભાવે ઘણા લોકો તેને જાણતા નથી. આજે અમે તમને EPFO ​​દ્વારા આપવામાં આવેલા આ વીમા કવર અને તેનાથી સંબંધિત નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.