હેલ્થ:ડ્રાય ફ્રૂટના પોતાના ફાયદા છે, તો નુકસાન પણ છે. 20 ગ્રામ બદામ રોજ ખાવાથી હાર્ટ સંબંધિત સમસ્યા અને કેન્સર સહિત કેટલીક બીમારીથી બચી શકાય છે.
જેને પાચન સંબંધિત સમસ્યા હોય તેમણે બદામ ઓછી ખાવી જોઇએ, શરીરને રોજ 30થી 40 ગ્રામ ફાઇબરની જરૂર હોય છે. જો આપ 3થી4 બદામ રોજ લો છો તો તે આપની ફાઇબરની જરૂરિયાતને પૂર્ણ કરે છે. વધુ બદામ લેવાથી કબજિયાતની સમસ્યા થઇ શકે છે.
જો આપ કોઇ દવા લઇ રહ્યાં હો તો પણ બદામ ખાવામાં સાવધાની રાખવી જરૂરી છે. 3થી4 બદામમાં 0.6 ગ્રામ મેગ્નેશિયમ હોય છે. શરીરમાં વધુ માત્રામાં મેગ્નેશિયમ દવાની અસરને ઓછી કરે છે.
બદામ વિટામિટ ઇનો સ્ત્રોત છે. બદામ લેવાથી વાળ સ્કિનની સુંદરતા યથાવત રહે છે. 3થી4 દાણા બદામમાં 7.4 ગ્રામ વિટામીન ઇ હોય છે. 4 દાણાથી વધુ બદામ લેવાથી તે વિટામીન ઇનો ઓવર ડોઝ થઇ જાય છે.
બદામ વજન ઉતારવામાં આપની મદદ કરે છે પરંતુ તેમાં કેલેરી અને ફેટ પણ હોય છે. જો આપ મુઠ્ઠીભર બદામ દિવસમાં લો છો તો 168 કેલેરી અને 14 ગ્રામ ફેટ શરીરમાં નાખો છો. જો આપ વજન ઓછી કરવા માંગતા હો તો દિવસના 4 દાણા બદામ પુરતી છે.
માત્ર ફાયદા જ નથી, નુકસાન પણ કરે છે બદામ, જાણો સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2021 05:17 PM (IST)
બદામને સ્વાસ્થય માટે ઉપકારક માનવામાં આવે છે. પરંતુ પાચન સંબંધિત સમસ્યા હોય અથવા બ્લડપ્રેશરની સમસ્યા હોય તો વધુ બદામનું સેવન નુકસાન કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -