અમદાવાદઃ અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ડે નાઇટ ફોર્મેટમાં રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગનો નિર્ણયલીધો છે. પિંક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. બુમરાહ અને સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

મેચમાં ત્રણ ગુજરાતી રમી રહ્યા છે. ચેતેશ્વર પુજારા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ ત્રણેય ગુજરાતી છે. બુમરાહ અને અક્ષર પટેલ પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ મેચ રમી રહ્યા છે. આ પહેલા પુજારા ટેસ્ટ મચી ચુક્યો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વિશેેષતા

  • મોટેરા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે.

  • આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.

  • તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે.

  • અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે.

  • દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.


ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજંકય રહાણે, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, આર.અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા