Health:સ્વાસ્થ્ય નિષ્ણાત હંમેશા લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે. શું આપ જાણો છો કે લીલા શાકભાજી સાથે લીલા ફળો પણ સ્વાસ્થય માટે કુદરતનું વરદાન છે. લીલા ખાટા ફળોનું સેવન ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે આપના વજનને પણ ઓછું કરવામાં મદદ કરશે. ગ્રીન ફ્રૂટ એન્ટીઓક્સિડન્ટસ ગુણોથી ભરપૂર હોવાથી સ્કિન માટે પણ લાજવાબ છે. જાણીએ ક્યાં ગ્રીન ફ્રૂટને ડાયટમાં સામેલ કરવા જોઇએ અને તેના સેવનથી શું ફાયદો થાય છે.
લીલા શાકભાજીની જેમ લીલા ફળો પણ પોષકતત્વોનો ખજાનો છે. તેના સેવનથી રોગપ્રતિકાર શક્તિ વધે છે જેથી સંક્રમિત બીમારી સહિત અનેક બીમારીથી રક્ષણ મળે છે.
નાશપાતી- વજન ઘટાડવા માટે પિઅર એક સારું ફળ છે. તેમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ વધુ હોય છે. આ ઓછી કેલરીવાળું ફ્રૂટ છે.
એવોકાડો– વજન ઘટાડવા માટે જરૂર ખાઓ. તેનાથી હેલ્ધી ફેટ, ફાઇબર, વિટામિન ખનીજ જેવા અનેક પોષક તત્વો હોય છે. જેનાથી વેઇટ ઘટાડવામાં મદદ મળે છે
જામફળ-મોટાબોલિઝમ વધારે છે. તેમાં વિટામિન ફાઇબર ભરપૂર હોય છે. તેના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.
કીવી- સ્વસ્થ રહેવા માટે રોજ કીવી ખાવું જોઇએ. કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી વજન પણ ઉતરે છે.
અંગૂર – સિમિત માત્રામાં અંગૂર ખાવાથી પણ વેઇટ લોસમાં મદદ મળે છે. જેમાં હાઇ ડાયટરી ફાઇબર છે. જેમાં ફીટીસ્ટ્રોલ,બીટા કેરોટીન, પેક્ટિન જેવા તત્વો ભરપૂર માત્રામાં છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો