Wedding Loan Interest Rates: જો તમે લગ્ન માટે લૉન (Wedding Loan) લેવા માંગો છો, તો ઓનલાઇન એપ્લાય કરી શકો છો. આ માટે તમારે કેટલાક જરૂરી ડૉક્યૂમેન્ટ આપવા પડશે. જો તમે તમારુ ડ્રીમ વેડિંગ પ્લાન કરી રહ્યા છો, અને તમારી પાસે બજેટ પણ ઓછુ છે, તો તમે મેરેજ લૉન લઇ શકો છો. લગ્ન માટે તમે તગડી રકમ લૉન તરીકે લઇ શકો છો. જેનાથી તમે લગ્ન સાથે જોડાયેલે ખર્ચ પુરી કરી શકો છો. 


મેરેજ લૉન કે લગ્ન માટે પર્સનલ લૉન તમારા સિબિલ સ્કૉર પર નિર્ભર કરે છે, લગ્નના ખર્ચ પુરા કરવામાં જિંદગીભરની કમાણી-બચત જતી રહે છે. લગ્નનુ સ્થળ પસંદ કરવા, કપડાં ખરીદવા, કેટરિંગ અને દાગીના ખરીદવાથી લઇને મહેમાનોને રોકવવા અને સાર સંભાળ કરવાની વ્યવસ્થા સુધી લગ્નમાં નાનુ મોટુ પ્લાનિંગ કરવાનુ હોય છે. 


કેટલીક નાણાંકીય સંસ્થાઓમાથી તમે 25 લાખ સુધીની લૉન લઇ શકો છો. લોકો પોતાના રોકાણને ઓછુ કર્યા વિના, અને બચતમાં ગાબડુ પાડ્યા વિના લગ્નના તમામ ખર્ચા પુરી કરી શકે છે.તમે તમારા લગ્નના તમામ ખર્ચાઓને હિસાબ કરીને અંદાજ લગાવી શકો છો કે, આમાં કેટલા પૈસાની જરૂર પડશે. આ માટે પર્સનલ લૉન તમારા માટે રાહતનુ કામ કરી શકે છે. આ માટે તમારે કેટલાક જરૂરી ડૉક્યૂમેન્ટ આપવા પડશે. 


ધામધૂમથી લગ્ન કરવા માટે પર્સનલ લૉનનો સહારો લેવાના કેટલાય ફાયદાઓ છે, આનાથી લગ્નના તમામ ખર્ચાઓ પુરા થઇ શકે છે. તમે ઇચ્છો તો લગ્નનુ બજેટ ઓછી કરીને લૉન પણ યોગ્ય રીતે સેટ કરી શકો છો, અને બીજી રીતે લૉનની મદદથી તમે હનીમૂનનો પણ પ્લાન કરી શકો છો.


પૈસા ઉધાર લેનારા વ્યક્તિને ઓછા વ્યાજ પર મેરેજ લૉન મળી જાય છે, જેનાથી EMI નો ઓછો ભાર પડશે. EMIની રકમની વધુ સ્પષ્ટ જાણકારી માટે લૉનકર્તા પર્સનલ લૉન કેલ્કુલેટરનો ઉપયોગ કરી શકે છે, અને લૉન ચૂકવવાનુ શિડ્યૂલ બનાવી શકો છો. 


SBI Loan Rate Hike: સ્ટેટ બેંકે કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો! લોન થઈ મોંઘી


SBI Loan Interest Rates: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે કામના સમાચાર છે. જો તમે તમારી સ્ટેટ બેંકમાંથી કોઈ લોન લીધી છે તો હવે તમને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. સ્ટેટ બેંકે તેની લોનના વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં 0.25 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો તમામ સમયગાળાના વ્યાજ દરો પર કરવામાં આવી રહ્યો છે. આ MCLRમાં વધારો થયા બાદ ગ્રાહકે EMI (SBI MCLR Hike) પર વધુ વ્યાજ દર ચૂકવવા પડશે.


બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, નવો વ્યાજ દર 15 ડિસેમ્બર 2022 એટલે કે ગુરુવારથી અમલમાં આવ્યો છે. રિઝર્વ બેંકના રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટના વધારા બાદ બેંકે તેના વ્યાજ દરમાં વધારો કર્યો છે. હાલમાં આરબીઆઈ રેપો રેટ 6.25 ટકા પર પહોંચી ગયો છે. ચાલો જાણીએ કે સ્ટેટ બેંકના અલગ-અલગ કાર્યકાળ પર નવો MCLR શું છે-


SBI ના નવા MCLR વિશે જાણો


સ્ટેટ બેંકની વેબસાઇટ અનુસાર, એક દિવસીય લોન માટે MCLR 7.60 ટકાથી વધીને 7.85 ટકા થઈ ગયો છે. તે જ સમયે, અન્ય ત્રણ મહિના માટે MCLR 7.75 ટકાથી વધીને 8 ટકા થઈ ગયો છે. બીજી તરફ જો બેંકના 6 મહિના અને 1 વર્ષના MCLRની વાત કરીએ તો તે 8.05 ટકાથી વધીને 8.30 ટકા થઈ ગઈ છે. 2 વર્ષનો MCLR 8.25 ટકાથી વધીને 8.50 ટકા થયો છે. SBIનો 3 વર્ષનો MCLR 8.35 ટકાથી વધીને 8.50 ટકા થયો છે.