Skin Care: ખાસ કરીને શિયાળો શરૂ થતાં જ તમારા હાથ પગ અને ચહેરા પરની સ્કીન ઉખડવા લાગે છે. અને ધીમેધીમે તમારી સ્કીન પણ ડલ પડવા લાગે છે. ખડબચડી સ્કિનની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અવનવા પ્રયત્નો કરતાં હોઈએ છીએ. તો સાથે બજારમાં પણ અનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. અને ઘણા નુસખા પણ આપણે જાણતા હોઈએ છીએ. અને આપણે અપનાવતા પણ હોઈએ છીએ. જો કે તેમ છતાં પણ સ્કીનમાં જોવે તેવો ફર્ક પડતો નથી. જેથી આજે અમે તમને એક ઘરેલુ ઉપાય બતાવીશું જેનાથી તમને આ સમસ્યામાથી હંમેશા માટે છુટકારો મળી જશે. હાથની આંગળીઓ પર પણ જલ્દીથી સ્કીનનું ઉપરનું પડ ઉખડવા લાગે છે. જેના લીધે હાથ ખૂબ જ ખરાબ દેખાય છે. અને ઘણીવાર બધાની વચ્ચે આપણે શરમ અનુભવીએ છીએ. તેથી આ સમસ્યામાંથી તમને સેંધા નમકની આ રીત હંમેશા માટે છુટકારો અપાવશે.
શિયાળામાં ઠંડા પવનના લીધે ત્વચા શુષ્ક થઈ જાય છે સાથે જ વારંવાર હાથ ધોવાને કારણે ત્વચા સુકાઈ જાય છે.જેથી સ્કીન પરથી પડ ઉખડવાની સમસ્યા શરૂ થાય છે. કેમિકલયુક્ત સાબુનો ઉપયોગ કરવાથી, શુષ્ક, ગરમ અને ઠંડા હવામાનમાં રહેવાથી, જેવા અનેક કારણો છે જે તમારી સ્કીનનું પહેલું પડ ઉખાડી નાખે છે
સેંધા નમકનો આ ઉપાય ત્વચા ઉખડવાની સમસ્યાથી આપશે રાહત
જરૂરી સામગ્રી
સેંધા નમક- અડધો કપ
પાણી - જરૂર મુજબ
હાથમાંથી નીકળતી ત્વચાને નિખારવા માટે આ રીતે કરો સેંધા નમકનો ઉપયોગ
આ ઉપાય અજમાવવા માટે સૌપ્રથમ એક ડોલમાં નવશેકું પાણી લો. આ પાણીમાં અડધો કપ સેંધા નમક નાખો અને હળવી બરાબર મીક્ષ કરો. ત્યારબાદ તમારા હાથ કે પગમાં જે ભાગમાં સ્કીન ઉખડી ગઈ હોય તે ભાગ 10 મિનિટ સુધી ડૂબાડી રાખો. ત્યારબાદ સુતરાઉ કાપડથી હાથને સારી રીતે લૂછી લો. ત્યાર પછી વેસેલીન અથવા નાળિયેર તેલ લો. અને હળવા હાથે લગાવી મોઇશ્ચરાઇઝ કરો. અઠવાડિયામાં લગભગ 2 થી 3 વખત આ પદ્ધતિને અનુસરો. નિયમિત રીતે આમ કરવાથી તમારી ત્વચાના મૃત કોષો બહાર નીકળશે અને સ્કીન સોફ્ટ બનશે જેના કારણે સ્કીન ઊખડતી નથી