દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. દેશના તમામ રાજ્યોમાં કોરોનાનો કેર વર્તાય રહ્યો છે. રોજ દરેક રાજ્યોમાંથી હજારની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતિમાં એવા અનેક લોકો છે. જે કોરોના વાયરસથી સંક્રમિત છે અને હળવા લક્ષણો હોવાથી ઘરમાં તેઓ હોમ ક્વોરોન્ટાઇન છે. તો હોમ ક્વોરોન્ટાઇન સમયે શું સાવધાની રાખવી તે વિશે જોડું જાણીએ,.


આપના શરીરમાં કોવિડના લક્ષણો અનુભવાયા બાદ સ્વાભાવિક છે કે, આપ  આપ રિપોર્ટ કરાવશો. જો આપનો રિપોર્ટ પોઝિટિવ આવે અને આપ હોમ ક્વોરોન્ટાઇ થવાનુ વિચારતા હો તો. કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. હોમ ક્વોરોન્ટાઇ વ્યક્તિએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ સમયે પરિવારની અન્ય વ્યક્તિ પર સંક્રમિત થવાનો ભય રહે છે. પહેલાએ સમજી લઇએ કે ક્યા લોકો માટે હોમ ક્વોરોન્ટાઇન જરૂરી છે.


કયા લોકો માટે હોમ ક્વોરોન્ટાઇ જરૂરી?


ખુદને હોમક્વોરોન્ટાઇન કરવાની તે લોકોને જરૂર છે, જેમાં માત્ર કોરોનાના હળવા લક્ષણો હોય. તો 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ રોગીની સાથે સાથે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીશ, હૃદયરોગથી પીડિત લોકોએ ડોક્ટરની સહમિત બાદ જ ઘરમાં આઇસોલેટ થવું જોઇએ.


શું હોમ ક્વોરન્ટાઇન સમયે કોઇને મળવું જોઇએ?


હોમ ક્વોરોન્ટાઇન સમયે કોવિડ પોઝિટિવ શખ્સે પોતાની જાતને બિલકુલ અલગ રાખવી અનિવાર્ય છે.  બીજું ઘરમાં કોઇ પોઝિટિવ ક્વોરોન્ટાઇ હોય તો પરિવારના બધા જ સભ્યો કોરોનાનો ટેસ્ટ અવશ્ય કરાવવો જોઇએ.


હોમ ક્વોરોન્ટાઇન દરમિયાન મેડિકલ હેલ્પ લેવી જોઇએ


 જો કોઇ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઇ હોય તો તેમણે ડોક્ટરના સંપર્કમાં સતત રહેવું જરૂરી છે. જો શ્વાસ લેવામાં તકલીફ થાય તો હોસ્પિટલમાં એડમિટ થઇ જવું હિતાવહ છે. ઉપરાંત વધુ નબળાઇ લાગે, ચહેરોનો રંગ બદલાય કે કોઇ અંગ કામ કરતું બંધ થઇ જાય તો આ સ્થિતમાં પણ ડોક્ટરનો સંપર્ક લઇને ડોક્ટરની સલાહ મુજબ અનુસરવું જોઇએ.


હોમ ક્વોરાન્ટાઇન દરમિયાન શું સાવધાની રાખવી?


ડોક્ટરના નિર્દેશો સિવાય જે લોકો હોમ ક્વોરોન્ટાઇન હોય તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી બની જાય છે. તો જો આપ હોમ ક્વોરોન્ટાઇન હો તો કયા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. જાણીએ... જેથી પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત રહી શકે.


હોમક્વોન્ટાઇન માટેના નિયમો



  • દર્દીએ એક અલગ રૂમમાં રહેવું જોઇએ.

  • આઠ કલાક બાદ માસ્કને બદલી દેવું

  • નિયમિત શરીરનું તાપમાન ચેક કરવું

  • વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું

  • ઓકિસજનનું લેવન પણ ચકાસતું રહેવું

  • પુરતુ પોષ્ટિક સાત્વિક ભોજન લેવુ

  • હૂંફાળું પાણી પીવાનો આગ્રહ રાખો

  • હળદળ, સૂંઠવાળું દૂધ પીવું પણ હિતાવહ છે

  • દર્દીના કપડા, વાસણ બધું જ અલગ જ રાખવું જોઇએ