Astro tips :જીવનમાં આવનારી પરેશાનીઓ અને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગ છે.
જીવનમાં આવનારી પરેશાનીઓ અને પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિનો ઉપાય ધર્મ માર્ગમાં છે. કહેવાય છે કે, ભગવાનની ભક્તિ મુસીબતોમાંથી બહાર નીકળી માર્ગ બતાવે . આવી સ્થિતિમાં પૂજા, ઉપવાસ વગેરે દ્વારા પણ પરેશાનીથી છૂટકારો મેળવી શકાય છે. પરંતુ આ બધાની સાથે જો આ ઉપાયો કરવામાં આવે તો જીવનને સુખી બનાવી શકાય છે. ચાલો આ ઉપાયો પર એક નજર કરીએ.
કિચનમાં મોજૂદ આ ચીજોના કરો ઉપાય
- રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હળદરનો ઉપયોગ ઘણા શુભ કાર્યોમાં થાય છે. જેમ હળદર વિના ભોજનમાં રંગ નથી આવતો, તેવી જ રીતે હળદર વિના પૂજા અધૂરી છે. તેનો ઉપયોગ અનેક પૂજા-પાઠ, શુભ કાર્યો અને ઉપાયોમાં થાય છે.પરંતુ જ્યોતિષમાં કાળી હળદરનો ઉપયોગ વધુ થાય છે. કાળી હળદરના ઉપયોગથી વિવિધ પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. ઉપરાંત, તેનો ઉપયોગ ધન લાભ માટે પણ થાય છે.
- ઘણી વખત ઘણી મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી તો ઘરમાં અઢળક આવક છતાં બરકત ન રહેતી હોય તો આવી સ્થિતિમાં શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીના ડબ્બામાં કાળી હળદર, નાગકેશર અને સિંદૂર મિક્સ કરીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવાથી લાભ થશે. તેમાં એક હળદરનો ટૂકડો ઘરે લાવો અને તેને તિજોરીમાં કે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.
- કિડિયારૂ પુરવાથી પણ ભાગ્યદય થાય છે. ખાંડ મિશ્રિત લોટ ભેળવીને કિડયારુ પૂરવામાં આવે છે. આમ કરવાથી તમારા પાપ કર્મો નાશ પામે છે અને પુણ્ય કર્મનું શીઘ્ર ફળ મળે છે.જેનાથી મનોકામના પૂર્ણ કરવામાં મદદ મળે છે. આ સાથે ઘરમાં હાજર દેવી-દેવતાઓને નિયમિતપણે ફૂલોથી શણગારો.
- જો તમારું નસીબ સાથ નથી આપતું તો નિયમિતપણે પાણીમાં એક ચપટી હળદર મિક્સ કરીને સ્નાન કરો. તેનાથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થશે. અને નસીબ હશે. આ સાથે સાંજે સ્નાન કરતી વખતે પાણીમાં મીઠું નાખીને નહાવાથી નકારાત્મકતા દૂર થાય છે.
Disclaimer: અહીંપૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.