Non stick cookware Disadvantages:આજકાલ ભારતીય રસોડા મોડ્યુલર બની રહ્યા છે. લોકોને માત્ર સ્માર્ટ કિચન જ નથી જોઈતું, પરંતુ તેઓ સ્માર્ટ કુકિંગ પણ કરી રહ્યા છે. વાસ્તવમાં, લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેઓ ભોજનમાં તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. આને ધ્યાનમાં રાખીને, લોકો નોન-સ્ટીક વાસણોનો વધુ ઉપયોગ કરે છે કારણે કે ઓછો તેલમાં પણ આ વાસણ તાપમાં ખરાબ નથી થતાં. જો કે સ્વાસ્થ્યની દષ્ટીઓ આ વાસણનો ઉપયોગ નુકસાનકારક છે. કેવી રીતે જાણીએ.                                         


નોન-સ્ટીક વાસણો કેમ હાનિકારક હોઈ શકે?


 તેમાં કોઈ શંકા નથી કે નોન-સ્ટીક કુકવેર ઓછું તેલ વાપરે છે અને તેને સાફ કરવું સરળ છે. આ વાસણ ઓછા તેલથી પણ તાપમાં ખરાબ નથી થતાં.  પરંતુ, તે હાનિકારક પણ હોઈ શકે છે, કારણ કે કોટિંગમાં માત્ર  પોલિટેટ્રાફ્લોરોઈથિલિન (PTFE) નો ઉપયોગ થાય છે. આ જ કારણ છે કે નોન-સ્ટીક વાસણોમાં ખોરાક ચોંટતો નથી. તેને ટેફલોન કહેવામાં આવે છે, જે પરફ્લુઓરોક્ટેનોઈક એસિડ (PFOA - પરફ્લુરોઓક્ટેનોઈક એસિડ)માંથી તૈયાર કરવામાં આવે છે. તે એક પ્રકારનું કેમિકલ છે.


  વર્ષ 2013માં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલા માટે ઘણા નોનસ્ટિક વાસણોને PFOA-ફ્રી તરીકે લેબલ કરવામાં આવે છે. નોન-સ્ટીક વાસણોમાં ભલે આ કેમિકલનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હોય, પરંતુ તેની જગ્યાએ અન્ય ઘણા કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પણ  સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. આગળ જાણીએ  નોન-સ્ટીક વાસણોથી થતાં નુકસાન વિશે


નોનસ્ટીક વાસણથી થતાં નુકસાન



  • અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર નોન-સ્ટીક વાસણોનો વધુ પડતો ઉપયોગ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધારે છે.

  • કિડની સંબંધિત સમસ્યાઓનું જોખમ રહેલું છે.

  • થાઈરોઈડ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે.

  • રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.

  • નોન-સ્ટીકમાં રસોઈ કરવાથી આયર્નની ઉણપ થઈ શકે છે. તેનાથી એનિમિયા થઈ શકે છે.

  • કોગ્નિટિવ ડિસઓર્ડર એટલે કે મગજને લગતી કોઈ સમસ્યા થઈ શકે છે.