Side effects Of Rice:આપણી ભારતીય થાળીમાં રોટલીની સાથે ભાત પણ મુખ્ય છે.  જે મોટાભાગના લોકો ખાય છે અને કેટલીક જગ્યાએ માત્ર ભાત જ ખાવામાં આવે છે. ઉદાહરણ તરીકે, દક્ષિણ ભારતમાં લોકો  નિયમિતપણે ભાતનું સેવન કરે છે.  છત્તીસગઢમાં ચોખાનો ઘણો વધુ વપરાશ છે, પરંતુ શું તમે જાણો છો કે જે લોકો રોજ ચોખાનું સેવન કરે છે તેઓને પણ અનેક ગેરફાયદાનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે રોજ  ભાત ખાવાથી કઇ  બીમારીઓનો ખતરો વધી શકે છે.


ડાયાબિટીસ


દરરોજ ચોખાનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. વાસ્તવમાં, ચોખામાં ઉચ્ચ ગ્લાયકેમિક તત્વો જોવા મળે છે, જે શરીરના બ્લડ સુગર લેવલને ઝડપથી વધારી દે છે અને ડાયાબિટીસની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.


હૃદય સબંઘિત બીમારી


નિષ્ણાતોના મતે સફેદ ચોખા હૃદય માટે પણ નુકસાનકારક  થઇ શકે છે. જે લોકો રોજ ભાત ખાય છે, તેમને હ્રદય સંબંધિત બીમારીઓની વધુ સમસ્યા થઈ શકે છે. આ કિસ્સામાં, તમે સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસ અથવા લાલ ચોખા ખાઈ શકો છો.


કોલેસ્ટ્રોલમાં વધારો


જે લોકો રોજ ચોખા ખાય છે, તેમના શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ અને ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે અને જેમને પહેલાથી જ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે ખાસ કરીને ચોખાનું સેવન ઓછું કરવું જોઈએ.                


ચયાપચયને નુકસાન
દરરોજ સફેદ ચોખાનું સેવન કરવાથી તમારી મેટાબોલિઝમ સિસ્ટમ પર પણ અસર થાય છે. ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે સફેદ ચોખા વધુ પ્રમાણમાં ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધે છે.


સ્થૂળતા વધશે


રાઇસનું વધુ પડતું સેવન વજન પણ વધારશે કારણે કે ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આવી સ્થિતિમાં જો તેનું રોજ સેવન કરવામાં આવે તો તેનાથી સ્થૂળતાની સમસ્યા પણ થઈ શકે છે. આટલું જ નહીં, ભાત ખાધા પછી તરત જ થોડા સમયમાં ભૂખ લાગે છે. જેના કારણે આપ અનહેલ્ધી સૂકા નાસ્તા ખાઓ છો. આ બધા જ કારણે વજન વઘારે છે.