કેરળ માત્ર પ્રવાસન સ્થળ તરીકે નહીં તેના આયુર્વેદિક રિસોર્ટ માટે પણ પ્રખ્યાત છે. ખુશનુમા વાતાવરણ અને પુષ્કળ પ્રમાણમાં ઔધષીય છોડને કારણે અહીં આયુર્વેદિક ટુરીઝમનો વિકાસ થયો છે. રાજ્યમાં આયુર્વેદિક રિસોર્ટ તમારા શરીરને ફરી તરોતાજું બનાવે છે અને ઊર્જાનો સંચાર કરાવે છે. આયુર્વેદિક સારવાર માટેના ખર્ચમાં ઘટાડો કરવા માટે જુનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસામાં અહીંની મુલાકાત વધુ હિતાવહ છે, પરંતુ કોઇ ગંભીર બિમારી હોય તો આયુર્વેદક હોસ્પિટલ વધુ યોગ્ય છે. અહીં કેરળના ટોચના લક્ઝરી અને સસ્તાં આયુર્વેદિક રિસોર્ટની માહિતી આપવામાં આવી છે.
કારનોસ્ટી આયુર્વેદ એન્ડ વેલનેસ રિસોર્સ
ધનિક અને પ્રખ્યાત લોકો માટે આ રિસોર્ટમાં પંચકર્મ, યોગ અને એન્ટી એજિંગ સહિતના શ્રેણીબદ્ધ વેલનેસ પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે. વિશાળ કેમ્પસ અને હરિયાળા વાતાવરણથ મન અને શરીરને કુદરતી શાંતિ મળે છે. લક્ઝરી વીલ, પ્રાઇવેટ પુલ્સ અને ઇન-હાઉસ બીચ સાથે હાઇ એન્ડ વેકેશન માણવા માટે તે શ્રેષ્ઠ છે. આ રિસોર્ટમાં આયુર્વેદિક પ્રોગ્રામનો ખર્ચ બે લાખ રૂપિયા સુધીનો છે.
કૈરાલી આયુર્વેદિક હેલ્થ રિસોર્ટ
કેરળના પલક્કડ જિલ્લામાં આવેલો આ રિસોર્ટ કેટલાંક આયુર્વેદિક, યોગ અને પ્રિલગ્રીમેજ પેકેજ ઓફર કરે છે. તે આરોગ્યની પુનપ્રાપ્તિ અને વેલનેસ પર ફોકસ કરે છે. વ્યકિતગત મેડિકલ જરૂરિયાતને આધારે સ્પશ્યલાઇઝ્ડ પેકેજ આ સ્થળની ખાસિયત છે. આ રિસોર્ટની મુખ્ય પ્રવૃત્તિમાં યોગ, ધ્યાન, ખગોળવિદ્યા, ટ્રેકિંગ, સ્વિંમિંગ અને સાંસ્કૃતિ કાર્યક્રમનો સમાવેશ થાય છે. રિસોર્ટમાં ગાર્ડન, સ્વિંમિંગ પુલ અને કોટેજની સુવિધ છે. પંચકર્મ થેરપી ઇચ્છતા લોકો માટે ખાસ ટ્રેનિંગ સેશનનું આયોજન થાય છે.
સરોવરમ આયુર્વેદિક હેલ્થ સેન્ટર
થર્ડ જનરેશન આયુર્વેદિક હેલ્થ સેન્ટર સરોવરમ અષ્ઠમૂડી સરોવરના કિનારે આવેલું છે. વધુ ખર્ચ કર્યા વગર આરોગ્યના લાભ લેવા માટે લોકો માટે તે સારો વિકલ્પ છે. રૂમનો ખર્ચ એક નાઇટના આશરે 3000 રૂપિયા સુધી છે. મોટાભાગના પ્રોગ્રામ ઇકોનોમી વર્ગમાં આવે છે. ચાર એકરના હરિયાળા વિસ્તારમાં આ રિસોર્ટ ફેલાયેલો છે. તેનું સંચાલન આયુર્વેદિક ડોક્ટર કરે છે અને તેમના પરિવારને 30 વર્ષનો અનુભવ છે. આ સેન્ટરમાં પંચકર્મ સહિત રિલેક્સેશન અને રિજુવેશનના વિવિધ પ્રોગ્રામ છે.
સોમાથીરમ્ આયુર્વેદિક વિલેજ
સોમાથીરમ આયુર્વેદિક વિલેજ ચોવારા બિચ પર આવેલું છે. તે આશરે 15 એકમમાં પથરાયેલો છે. શરીર અને મના રિજુવેશનના વિવિધ પ્રોગ્રામ ઓફર થાય છે. શરીરના શુદ્ધિકરણ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ પર ફોકસ કરીને વિવિધ સારવાર કરવામાં આવે છે. રસાયણ ચિકિત્સા અને પંચકર્મ માટે આ સેન્ટર જાણીતું છે. શરીર અને અને આત્માની શાંતિ માટે વિવિધ પ્રોગ્રામ માટે ખર્ચ કરવો પડે છે. મેથી સપ્ટેમ્બર દરમિયાન મુલાકાત લેવાથી ઓછો ખર્ચ થાય છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ખર્ચાળ છે.
અથ્રેયા આયુર્વેદિક સેન્ટર
કોટ્ટાયમ નજીકના બેકવોટરના વિસ્તારમાં આ ડાંગરના ખેતરોથી ઘેરાયેલું સેન્ટર પ્રાચીન પરંપરામાં ઓથોનેટિક હીલિંગ અનુભવ કરાવે છે. આયુર્વેદિક ડોક્ટરના પરિવાર આ સેન્ટરની માલિકી ધરાવે છે અને તેઓ પાંચ પેઢીઓનો અનુભવ ધરાવે છે. ભારતની મુખ્ય ત્રણ કુટી હટ્સ પૈકીની એક અહીં છે. કુટી પ્રવેશિકા રસાયણ (રોગપ્રતિકાર ક્ષમતા અને એન્ટી એજિંગ માટે)ની આયુર્વેદિક સારવાર માટે આવી હટ બનાવવામાં આવેલી છે.
Kerala health Centres: આ છે કેરળના ટોચના આયુર્વેદિક રિસોર્ટ, એક વખત તો લેવી જોઈએ મુલાકાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2020 04:25 PM (IST)
Health Centres in Kerala: આયુર્વેદિક સારવાર માટેના ખર્ચમાં ઘટાડો કરવા માટે જુનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસામાં કેરળની મુલાકાત વધુ હિતાવહ છે, પરંતુ કોઇ ગંભીર બિમારી હોય તો આયુર્વેદક હોસ્પિટલ વધુ યોગ્ય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -