Green Tea Benefits: આપે  સાંભળ્યું જ હશે કે, સવારે ખાલી પેટ ગ્રીન-ટી પીવી જોઈએ. જો કે ગ્રીન ટી પીવાનો આ યોગ્ય સમય અ નથી. અહીં જાણો, કયા સમયે ગ્રીન ટી પીવાથી તમને વધુ ફાયદા થાય છે.


 વજન ઘટાડવાથી લઈને ફિટ રહેવા અને સ્કિનને યંગ રાખવાની સાથે  મનને શાંત રાખવા માટે ગ્રીન ટી પીવાના અનેક ફાયદા છે. દરેક ઉંમરના લોકો આ ચા પી શકે છે અને તેનાથી પેટમાં એવી સમસ્યાઓ થતી નથી, જેવી કે દૂધની ચા પીવાથી થતી  હોય છે. એક સમયે ગ્રીન-ટીને માત્ર ફિટનેસ ફ્રીક્ની પસંદગી માનવામાં આવતી હતી પરંતુ હવે એવું નથી. કારણ કે ગ્રીન-ટીના ફાયદા માત્ર વજન ઘટાડવા પૂરતા જ સીમિત નથી, પરંતુ તેના સેવનથી પાચનક્રિયા પણ સુધરે છે અને બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. સૌથી પહેલા તો જાણી લો ગ્રીન-ટીના ખાસ ફાયદાઓ વિશે...


ગ્રીન ટીના ફાયદા


 કેન્સરથી બચાવ


કેન્સરની રોકથામ અને સારવારમાં અસરકારક ગ્રીન ટીમાં પોલીફેનોલ્સ ખૂબ સારી માત્રામાં જોવા મળે છે. તેઓ શરીરમાં વધતા કેન્સરના કોષોની વૃદ્ધિને અટકાવે છે અને તેમને સંપૂર્ણ રીતે નાશ કરવામાં પણ મદદ કરે છે. તેથી, આજના સમયમાં, જ્યારે ફાસ્ટ ફૂડ અને જંતુનાશક યુક્ત ખોરાકનો વપરાશ ખૂબ વધી ગયો છે, ત્યારે આપણે બધાએ પણ ગ્રીન ટીનું સેવન શરૂ કરવું જોઈએ.


હાઈ બીપીની સમસ્યાને નિયંત્રિત કરે છે


 હાઈ બીપીની સમસ્યાને નિયંત્રિત કરે છે. વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે એન્જીયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઇમ (ACE) જરૂરી છે અને ગ્રીન-ટી કુદરતી ACE તરીકે કામ કરે છે. તેથી તેનું સેવન હાઈ બીપીની સમસ્યાને નિયંત્રણમાં રાખવામાં ખૂબ જ મદદગાર છે.


હાર્ટ એટેકનું જોખમ ઘટે છે


ગ્રીન ટીનું સેવન  ધમનીઓને સાફ રાખે છે. આ હાર્ટ બ્લોકેજનું જોખમ ઘટાડે છે અને હાર્ટ સ્ટ્રોકના જોખમને પણ દૂર રાખે છે. શુગરના રોગમાં ફાયદાકારક ગ્રીન ટીના સેવનથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત રહે છે. કારણ કે તેનું ઉત્પાદન ઇન્સ્યુલિનની માત્રા વધારવામાં મદદ કરે છે અને ડાયાબિટીસની સમસ્યામાં ફાયદો કરે છે.


 ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય


 ગ્રીન ટી પીવાનો શ્રેષ્ઠ સમય સવારનો નાસ્તો કે ભોજન કર્યાના એકથી દોઢ કલાકનો છે. તમારે ખાલી પેટ પર ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ. આ સાથે જ તેને રાત્રે પીવાનું ટાળવું જોઈએ, નહીં તો ઊંઘમાં ખલેલ પહોંચી  શકે છે. ગ્રીન ટી પીવાની સાચી રીત એ છે કે, તેમાં ખાંડ અને મધ ઉમેર્યા વગર જ પીવો. જ્યારે પણ ગ્રીન-ટી બેગનો ઉપયોગ કરો, ત્યારે ટી-બેગને ગરમ પાણીમાં એકથી દોઢ મિનિટ માટે બોળી રાખો. આનાથી વધુ પલાળવામાં આવે તો ચા કડવી બની શકે છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.