Right Way To Eat Rice: આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી જો તમે યોગ્ય રીતે ભાત ખાશો તો તમારું વજન પણ નિયંત્રિત રહેશે અને તમારી ભાત ખાવાની ઇચ્છા પણ સંતોષાશે..


જો તમે પણ ભાતના શોખીન છો તો આ સલાહ આપના માટે કામની છે. જો કે ચોખામાં ઘણા  પોષક તત્વો પમ  છે, પરંતુ તેને ખાવાથી  વજન વધવાનો ડર પણ રહે છે. એટલા માટે આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી જો તમે યોગ્ય રીતે ભાત ખાશો તો તમારું વજન પણ મેન્ટેઇન થશે અને તમારી ભાત ખાવાની તલપ પણ ઓછી થશે. ચાલો જાણીએ કે કેવી રીતે અને કઈ રીતે (રાઈટ વે ટુ ઈટ રાઇસ) તમે ભાત ખાઈ શકો છો, જેથી તમારું વજન ન વધે


 ચોખાની માત્રાનું ધ્યાન રાખો


જ્યારે પણ તમે ભોજન કરો ત્યારે ચોખાની માત્રાનું ધ્યાન રાખો. આ માટે ભોજન કરતી વખતે થાળીમાં કઢીનો એક ભાગ અને શાક અને સલાડનો એક ભાગ રાખો. બાકીના ભાગમાં ચોખા. આનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને  તમને સારી માત્રામાં ફાઈબર પણ મળશે.


ખીચડી એક સારૂં ઓપ્શન


જો તમે શાકભાજી સાથે ભાત રાંધો છો, તો તેનું પોષણ મૂલ્ય વધુ વધે છે. તેથી જ ખીચડીને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. જો  વજનને નિયંત્રણમાં રાખવા માંગો છો, તો તમે આ પ્રોટીનથી ભરપૂર વિકલ્પ પસંદ કરી શકો છો.


આ રાઇસ બેસ્ટ વિકલ્પ


બાસમતી રાઇસથી ડાયાબિટિસ કન્ટ્રોલમાં રહે છે પરંતુ હા તેની માત્રા પર અવશ્ય ધ્યાન આપો. દાળની માત્રા વધુ રાખો અને ભાત ઓછી માત્રમાં લો આ રીતે ખાવાથી વજન નથી વધતું.  બાસમતી ચોખા ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોવાની સાથે તેની સુગંધ પણ લાજવાબ હોય છે.


નાના પાત્રમાં લઇને ખાઓ


 જો આપ આપનું  વજન નિયંત્રણમાં રાખવા માંગો છો અને  ભાત ખાવાની ઇચ્છાની પણ પૂર્ણ કરવા ઇચ્છો છો તો   થાળીના બદલે નાની વાટકીમાં  ભાત ખાઓ. આનાથી તમે વધુ માત્રા ખાવાથી બચી શકશો અને  વજન પણ નિયંત્રણમાં રહેશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.