Weight loss:કારેલાનું સેવન  વજન ઘટાડવામાં કારગર છે. . આ માટે આપ કારેલાનો રસ પી શકો છો પરંતુ શું તમે જાણો છો કે કારેલા વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.  કારેલાની આવી ઘણી વાનગીઓ છે, જેનું સેવન કરીને આપ વજન ઘટાડી શકો છો. કારેલામાં કેલરી, ફાઈબર, વિટામિન સી, એ, ફોલેટ અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમે તેનું સેવન કરીને  ન માત્ર તમારું વજન ઓછું કરી શકો છો, પરંતુ તે તમારી ત્વચા અને તમારી રોગપ્રતિકારક શક્તિ માટે પણ ફાયદાકારક છે. આવો અમે તમને અહીં જણાવીએ કે કારેલાથી તમે તમારું વજન કેવી રીતે ઘટાડી શકો છો.


કારેલા વજન કેવી રીતે ઘટાડે છે?


ઓછી કેલરીનું સેવન


વજન ઘટાડવા માટે, અમે દિવસ દરમિયાન દરરોજ ઓછામાં ઓછી કેલરીના સેવનનો પ્રયાસ કરીએ છીએ, જેથી કરીને આપણે ઝડપથી વજન ઘટાડી શકીએ છીએ.  કારેલામાં ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. જેના કારણે તમારા પેટની ચરબી ઓછી થાય છે.


ફાઈબરથી ભરપૂર


 વજન ઘટાડવા માટે ખોરાકનું યોગ્ય પાચન કરવું ખૂબ જ જરૂરી છે. આપને જણાવી દઈએ કે ફાઈબરની વધુ માત્રાને કારણે તમે દિવસભર ભૂખ નથી લાગતી, જેના કારણે તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો.


વિટામિન સીથી ભરપૂર


 વિટામિન સી તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે જે વધારાની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.


આ રીતે કરો કારેલાનું સેવન


કારેલાનો રસ અને લીંબુનો રસ


 કારેલા અને લીંબુનો રસ બનાવવા માટે તમે કારેલાની છાલને બરાબર ઉતારી દો.  કારેલાને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. હવે તેનો સફેદ ભાગ અને બીજ કાઢી તેના નાના-નાના ટુકડા કરી લો. ત્યારબાદ જ્યુસરની મદદથી કારેલાનો રસ બનાવો. આ પછી, તેમાં 7 લીંબુના ટીપાં અને કાળું મીઠું ઉમેરીને તેનું સેવન કરી શકાય છે.