Health tips:એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર આ શાકને ડાયટમાં સામેલ કરવાના અદભૂત ફાયદા છે. જે બ્લડશુગરને નિયંત્રિત રાખવાાની સાથે અન્ય અદભૂત થાય છે.કડવા કારેલા અનેક ગુણોથી ભરપૂર છે. કારેલા બ્લડ શુગરને નિયંત્રિત રાખતું હોવાથી ડાયાબિટીસના દર્દઓ માટે ઔષધ સમાન છે.
જે લોકો વેઇટ લોસ કરવાના મિશન પર છે તેના માટે પણ કારેલાનું સેવન કારગર છે કારણ કે કારેલા કારેલા અને ફેટને ઓછું કરે છે. કારેલા નવા વસાની કોશિકાના વિકાસને રોકે છે.કારેલા એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર છે. જે શરીરના રેડિકલ નુકસાનથી લડવામાં મદદ કરે છે.
કારેલાના સેવનથી કેન્સરનું જોખમ પણ ટળે છે કારણ કે કારેલામાં એન્ટી ટ્યુમર અને એન્ટી કેન્સરના ગુણો પણ છે, કારેલા બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલસ, પ્રોસ્ટેટ કેન્સરના જોખમને પણ ઓછું કરવામાં કારગર છે.કારેલાના સેવનથી આંખોની રોશની પણ વધી છે. દષ્ટી સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.કારેલા એક ડિટોક્સ ડ્રિન્કનું કામ કરે છે, કારેલા બ્લડને શુદ્ધ કરે છે. કારેલા એન્ટીઓક્સિડન્ટ સહિતના ગુણોથી ભરપૂર હોવાથી વાળ અને ત્વચાની સુંદરતા માટે પણ કારગર છે.
માત્ર આ હર્બ્સ શેમ્પૂ કરીને કુદરતી રીતે કરો વાળ કાળા, નહીં કરે નુકસાન, રીત જાણીએ લો
જો આપ સફેદ વાળથી પરેશાન છો તો આપ આ હર્બલનો ઉપયોગ કરીને આપ વાળને કાળા કરી શકો છો. આ 3 વસ્તુઓથી જડીબુટ્ટીઓનું પાણી બનાવી કેવી રીતે કરશો બ્લેક જાણીએ..
આજની આપણી અવ્યવસ્થિત લાઇફ સ્ટાઇલના કારણે યુવાનીમાં જ લોકોના વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. નાની ઉંમરમાં વાળ સફેદ કે સફેદ થવાનું કારણ ખોરાક અને જીવનશૈલી છે. આજકાલ મોટાભાગના યુવાનો વાળની સમસ્યાથી પરેશાન છે. સફેદ વાળને કારણે લોકોનો આત્મવિશ્વાસ પણ ઓછો થઈ જાય છે. સફેદ વાળને કારણે પોતાની તરફ જોવાનો અભિગમ પણ બદલાઈ જાય છે, જેના કારણે સ્ટ્રેસ અને ટેન્શન જેવી સમસ્યાઓ થવા લાગે છે. સફેદ વાળની સમસ્યાથી બચવા માટે લોકો વિવિધ પ્રકારના શેમ્પૂ, કન્ડિશનર, તેલ, હેર પ્રોડક્ટ્સ વગેરેનો ઉપયોગ કરી શકે છે.
જો તમે રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે આયુર્વેદિક ઘટકોનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા વાળને નુકસાન નહીં થાય અને સફેદ વાળ કાળા થઈ જશે. આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓ છે, જેના ઉપયોગથી વાળ કાળા થઈ શકે છે.
આ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરો- સફેદ વાળને કાળા કરવા માટે તમે મેથીના દાણા, ચાના પાંદડા અને આમળા પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓમાં મોજૂદ તત્વો હેરના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. આ બધી વસ્તુઓમાંથી જડીબુટ્ટીઓનું પાણી બનાવવામાં આવે છે, જેનો તેને આખા અઠવાડિયા દરમિયાન ઉપયોગ કરી શકો છો. હર્બ્સ વોટરથી આપ થોડા મહિનામાં આપના હેરને બ્લેક કરી શકો છો. તો હર્બ્સ વોટર કેવી રીતે બનાવવું તે જાણીએ..
જડીબુટ્ટીઓનું પાણી કેવી રીતે બનાવવું?
1- એક વાસણમાં અડધો લિટર પાણી લો
2- સૌ પ્રથમ ગેસ પર પાણી મૂકો
3- જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં 2 ચમચી ચાની પત્તી નાખો.
4- હવે તેમાં 2 ચમચી મેથીના દાણા ઉમેરો
5- ત્યાર બાદ તેમાં 2 ચમચી આમળા પાવડર ઉમેરો
6- હવે બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો
7- પાણી અડધુ ન થાય ત્યાં સુધી તેને ગેસ પર ઉકાળો
8- પાણી અડધું થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
9- હવે પાણી ઠંડુ રહે તેને ચાળણી વડે ગાળી લો
10- જેટલું પાણી વાપરવું હોય તેવી અલગ રાકો અને તે સિવાય બાકીનું પાણી ફ્રીજમાં રાખો દો.
11- જ્યારે પણ નહાવાનું હોય ત્યારે એક વાસણમાં શેમ્પૂ લો અને તેમાં અડધો કપ જડીબુટ્ટીઓનું પાણી મિક્સ કરો.
12- આ રીતે તમે અઠવાડિયામાં 2-3 વાર શેમ્પૂ કરો, તેનાથી વાળ કાળા થવા લાગશે.