Board Exam 2024:  પરીક્ષાનું નામ સાંભળતા જ બાળકો હોય કે પુખ્ત વયના દરેક વ્યક્તિ ચિંતામાં પડી જાય છે. જો વાત બોર્ડની પરીક્ષાની હોય તો ચિંતામાં ખૂબ વધારો થઇ જાય છે. તેનું કારણ એ છે કે એવું માનવામાં આવે છે કે 10મા અને 12માની પરીક્ષા વિદ્યાર્થીઓના ભવિષ્યનો નિર્ણય કરે છે. જેના કારણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેમના વાલીઓ પણ આ પરીક્ષાઓને લઈને ચિંતિત રહે છે.


પરંતુ આવા સમયે માતા-પિતાએ શાંત રહેવું ખૂબ જ જરૂરી છે. તેમજ બાળકને તણાવમુક્ત રાખો. બોર્ડની પરીક્ષા દરમિયાન તમારા બાળકના લક્ષણો પર ધ્યાન આપો. સમજો કે તમારો પુત્ર કે પુત્રી પરીક્ષાઓને લઈને ખૂબ તણાવમાં છે કે કેમ. આને સમજવા માટે અમે કેટલાક આવા લક્ષણો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમને આ સમજવામાં મદદ કરી શકે છે. ચાલો એક નજર કરીએ.


નર્વસનેસ વિશે સાવચેત રહો


તમારા બાળકની દિનચર્યા વિશે તમારા કરતાં વધુ સારી રીતે કોઈ જાણતું નથી, તેથી તેને ટ્રૅક કરો કે તે કોઈપણ વિષયની પરીક્ષા આપ્યા પછી થોડો નર્વસ છે કે અસ્વસ્થ છે. જો એમ હોય તો તેની સાથે વાત કરો. તેની ચિંતા દૂર કરો. તેને તેની સાથે ઉભા રહેવાનો અહેસાસ કરાવો.


બાળકના ડાયટનું ધ્યાન રાખો


એ વાત સાચી છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન નિર્ધારિત કલાકો કરતાં વધુ અભ્યાસ કરે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે બાળકોએ ખાવાનું, પીવાનું અને સૂવાનું બંધ કરી દેવું જોઈએ અને બસ દિવસ-રાત અભ્યાસ કરતા રહેવું જોઇએ. જો તમને આવા કોઈ લક્ષણો દેખાય તો તેને થોડો સમય તમારી સાથે બેસાડો અને તેની સાથે વાત કરીને તેને સમજવાનો પ્રયાસ કરો.


એક પેપરની વધુ ચિંતા


પેપર સારું હોય કે ઓછું સારુ રહ્યું હોય, પરંતુ જો તમને લાગે કે તમારો પુત્ર કે પુત્રી માત્ર એક પેપરને કારણે વધુ પડતા તણાવમાં છે, તો તેણે ખુલીને વાત કરવાની જરૂર છે. તેને સમજાવવાની જરૂર છે કે આ આંકડાઓ તેનું આખું જીવન નથી.