Tanush Kotian Profile: રણજી ટ્રોફીમાં મુંબઈના ખેલાડી તનુષ કોટિયનનો જલવો  જોવા મળ્યો હતો. આ યુવા ઓલરાઉન્ડરે બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ તાકાત બતાવી હતી. તનુષ કોટિયન ઓફ સ્પિન બોલ કરે છે, જ્યારે તે જમણા હાથનો બેટ્સમેન છે. તાજેતરમાં, રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં 10મા નંબર પર બેટિંગ કરવા આવેલા તનુષ કોટિયને સદી ફટકારીને  બધાને વિચારતા કરી દિધા હતા. હવે રણજી ટ્રોફી સેમિફાઇનલમાં 10મા નંબર પર બેટિંગ કરતા તેણે 89 રન બનાવ્યા હતા.






તનુષ કોટિયાને રણજી ટ્રોફીમાં પોતાની તાકાત બતાવી...


આ સિઝનમાં રણજી ટ્રોફીમાં તનુષ કોટિયનના બેટમાં આગ લાગી છે. આ સિવાય બોલર તરીકે તે વિપક્ષી ટીમના બેટ્સમેનો માટે સમસ્યા બની ગયો છે. આ સિઝનમાં તનુષ કોટિયાને 9 મેચમાં 48ની એવરેજથી 481 રન બનાવ્યા છે. જેમાં 1 સદીનો સમાવેશ થાય છે. આ સિવાય આ યુવા ઓલરાઉન્ડરે 5 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. આ સિઝનમાં મુંબઈ માટે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં તનુષ કોટિયન બીજા સ્થાને છે.
 
IPLની હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો....


આ સિઝનમાં અત્યાર સુધીમાં તનુષ કોટિયન 22 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. તે મુંબઈ માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને છે. જો કે, તાજેતરની IPL હરાજીમાં તનુષ કોટિયન અનસોલ્ડ રહ્યો હતો. એવું કહેવાય છે કે બોલિંગ એક્શન શંકાસ્પદ હોવાથી ટીમોએ દાવ લગાવ્યો ન હતો. પરંતુ જે રીતે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં બોલિંગ સિવાય બેટિંગમાં પોતાની તાકાત બતાવી રહ્યો છે તેના કારણે ચાહકો માને છે કે ભારતને આગામી હાર્દિક પંડ્યા મળી ગયો છે.  


કોટિયને માત્ર 129 બોલમાં 120 રનની ઇનિંગ રમી હતી. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈને 337ના સ્કોર પર 9મો ઝટકો લાગ્યો હતો. હાલ તો સોશિયલ મીડિયા પર આ સ્ટાર ખેલાડી તનુષ કોટિયનની ચર્ચાઓ ચાલી રહી છે.