Brain Tumor: આપણું શરીર(body) એક સો મિલિયનથી પણ વધુ કોશિકાઓનો બનેલું છે. દરેક પ્રકારનાં કેન્સર કોશિકા (સેલ્સ)ને જ અસર કરે છે. કોઇ પણ કેન્સર(cancer) એક કોશિકા કે કોશિકાઓના નાના સમુહથી શરૂ થાય છે. તે જોતાં દરેક બ્રેન કેન્સર(brain cancer) ટયુમર હોય છે, પરંતુ દરેક ટયુમર એ કેન્સરના ટયુમર નથી હોતા તે સમજી લેવું જોઇએ.


આજના સમયમાં ઘણા લોકોને બ્રેન ટયુમરની સમસ્યા જોવા મળે છે, તે મસ્તિષ્કમાં કોશિકાઓની અસામાન્ય વૃદ્ધિને લીધે થાય છે. તેના 130 જેટલા પ્રકારો છે. કેટલાક ટયુમર્સ (ગાંઠ) પછી કેન્સર પણ થઇ શકે છે.


સામાન્ય ટયુમર (ગાંઠ) ધીમે ધીમે વધે છે. તે મસ્તિષ્કના કેટલાક ભાગને નુકસાન પહોંચાડે છે, તે મગજને સંકોચી પણ નાખે છે. તેના ગંભીર પરિણામો આવી શકે છે. મેનિંગયોમા, વેસ્ટીબુલર, એનોમા અને મિચ્યુટરી એડેનોમાં હલ્કાં ટયુમર હોય છે. તે પૈકી મેનિંગઓમાં બ્રેન ટયુમર (Brain Tumor) કેન્સર બની શકે છે. તે ઝડપથી વધે છે અને તમારા મસ્તિષ્ક ઉપર હુમલો કરે છે. આ બ્રેન કેન્સર તમારો જીવ લઇ શકે છે. મસ્તિષ્ક કે તેની આસપાસના એરિયામાં થતાં આ જીવલેણ ટયુમર ન્યુરોબ્લાસ્ટોમાં ઓન્ડ્રોસાર્કોમા (Ondrosarcoma in roblasto) કે મેડુલો બ્લાસ્ટોમાં પ્રકારના હોય છે.


બ્રેન ટયુમર (Brain Tumor) ના લક્ષણો આ પ્રકારે જોવા મળે છે:


1) સતત ગંભીર માથાનો દુઃખાવો
2) ધૂંધળુ દેખાય
3) છાતીમાં પણ દુઃખાવો
4) ચક્કર આવવા
5) યાદશક્તિ નબળી પડવી  
6) ઉલ્ટીઓ થવી
7) બોલવામાં મુશ્કેલી પડવી 
8) હાથ-પગમાં ઝણઝણાટ
9) સ્વાદ અને સુગંધ ન આવવી


જો આમાંથી કોઈ પણ લક્ષણો લાંબા સમયથી તમે અનુભવી રહ્યા છો, તો આ પરિસ્થિતિમાં તાત્કાલિક તમારા ડોકટરની સલાહ લેવી. સાથે યાદ રાખો કે હવે કેન્સર(cancer)માં શરૂઆતથી જ જો યોગ્ય સારવાર થાય તો તેમાંથી સાજા થઇ જ જવાય છે.


બાળકોમાં બ્રેન ટયુમર (Brain Tumor)નાં પ્રારંભના લક્ષણોઆ પ્રકારે છે :


1) કો-ઓર્ડિનેશનમાં ઉણપ
2) માથાની અસામાન્ય સ્થિતિ
3) અત્યંત તરસ લાગવી
4) વારંવાર મૂત્ર થવું
5) સતત કે ગંભીર માથાનો દુઃખાવો
6) દ્રષ્ટિ-ધૂંધળી થવી
7) છાતીમાં દુઃખાવો થવો
8) ચક્કર આવવા
9)  થાક લાગવો
10) ભૂખ મરી જવી
11) સ્વાદ અને ગંધની ઉણપ.