Tina Amabni-Anil Ambani Love Story: ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના મુનીમની લવસ્ટોરી આજે પણ ચર્ચામાં છે. ટીના તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. ટીનાની જોડી મોટાભાગે રાજેશ ખન્ના સાથે હતી. તે તેની સાથે લગભગ 11 ફિલ્મોમાં જોવા મળી હતી. અનિલ અંબાણીએ તેના જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે ટીના મુનીમ તેની કારકિર્દીની ટોચ પર હતી. શરૂઆતમાં ટીનાએ અનિલ અંબાણીની પણ અવગણના કરી હતી. કહેવાય છે કે ટીના મુનિમને બ્લેક સાડીમાં જોઈને અનિલ અંબાણી દિલ દઈ બેઠા હતા.


લગ્નમાં પહેલીવાર ટીનાને અનિલ અંબાણીએ જોઈ હતી


લગ્નમાં ટીનાને બ્લેક સાડીમાં જોઈને અનિલ તેના પ્રેમમાં પડી ગયા હતા. સિમી ગ્રેવાલના શોમાં પહેલી મુલાકાતની કહાની જણાવતા અનિલે કહ્યું હતું કે, "મેં ટીનાને પહેલીવાર લગ્નમાં જોઈ હતી. તે એકમાત્ર એવી હતી જેણે લગ્નમાં કાળી સાડી પહેરી હતી.". જેના પર ટીનાએ જવાબ આપતા કહ્યું કે અનિલ મને હંમેશા પૂછે છે કે તે લગ્નમાં કાળી સાડી કેમ પહેરી હતી. આ દરમિયાન અનિલ અંબાણીએ જણાવ્યું કે તે દિવસે ટીના તેને ખૂબ જ સુંદર લાગી હતી.


ટીનાએ અનિલની અવગણના કરી હતી


ટીના અને અનિલ બીજી વાર ફિલાડેલ્ફિયામાં મળ્યા હતા.  અનિલ કોઈ કામ માટે ત્યાંઆવ્યા હતા તો ટીના કોઈ ફંક્શન માટે ત્યાં પહોંચી હતી. અનિલે જણાવ્યું કે મીટિંગ દરમિયાન ટીનાએ તેની અવગણના કરી હતી. અનિલે એવું કહ્યું કે શાયદ એને બીજી બે ત્રણ ડેટ્સ પર જવાનું હતું. જેના પર ટીનાએ કહ્યું કે આ સાચું નથી તે અનિલને ઓળખતી જ નહોતી. કોઈએ તેને મારી સાથે પરિચય કરાવ્યો અને કહ્યું કે તે તમારી ખૂબ પ્રશંસા કરે છે. મેં તેની તરફ જોયું અને તે હસ્યો. અનિલ મને બહાર લઈ જવા માંગતો હતો પરંતુ હું તેને જાણતી ના હતી તેથી મે તેને ના કહી દીધી.


અંબાણી પરિવાર લગ્નની વિરુદ્ધ હતો


1986માં ટીનાના ભત્રીજાએ બંનેનો પરિચય કરાવ્યો અને ત્યારબાદ બંને ઘણી વખત મળ્યા અને અંતે પ્રેમમાં પડ્યા. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ અંબાણી પરિવાર ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી પુત્રવધૂ લાવવાની વિરુદ્ધમાં હતો. આ કારણે બંને અલગ પણ થઈ ગયા. ટીના વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. 1989માં અમેરિકામાં ભૂકંપ આવ્યો હતો. ટીનાની ખબર-અંતર પૂછવા અનિલે તેનો નંબર કાઢીને ફરી તેનો સંપર્ક કર્યો. અહીંથી બંનેનો પ્રેમ ફૂલ્યો અને દુનિયાની ચિંતાઓને પાછળ છોડીને 1991માં બંનેએ લગ્ન કરી લીધા.