Chanakya Niti: સ્ત્રીને સમાજના જ્ઞાન અને વિજ્ઞાનનો આધાર માનવામાં આવે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં મહિલાઓના મહિમા અને ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચાર્ય ચાણક્ય(Chanakya)એ પણ સ્ત્રીઓના ગુણોની ચર્ચા કરી છે, જે સેંકડો વર્ષો વીતી ગયા પછી પણ સુસંગત લાગે છે. ચાણક્ય વિશે બધા જાણે છે, તેઓ એક વિદ્વાન, રાજદ્વારી, અર્થશાસ્ત્રી અને સલાહકાર હતા. તેઓ કૌટિલ્ય તરીકે પણ ઓળખાય છે. ચાલો જાણીએ ચાણક્ય દ્વારા મહિલાઓ વિશે કઈ ખાસ વાતો કહેવામાં આવી છે-


સ્ત્રી સાહસની મૂર્તિ છે
ચાણક્ય નીતિ (Chanakya Niti)અનુસાર સ્ત્રીમાં અપાર શક્તિ હોય છે. જે સ્ત્રી સંકટ સમયે પોતાના પતિ, બાળકો, પરિવાર અને કુળની રક્ષા કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે. આવી મહિલાઓ સમાજ અને રાષ્ટ્રને નવી દિશા પ્રદાન કરે છે અને દેશના વિકાસમાં વિશેષ યોગદાન આપે છે.


स्त्रीणां द्विगुण आहारो लज्जा चापि चतुर्गुणा ।
साहसं षड्गुणं चैव कामश्चाष्टगुणः स्मृतः ॥


ચાણક્ય(Chanakya)  કહે છે કે સ્ત્રીઓમાં પુરૂષો કરતાં અધીક ભૂખ બે ગણી હોય છે. શરમ ચાર ગણી, હિંમત છ ગણી અને કામ આઠ ગણી  હોય છે.


આચાર્ય ચાણક્ય સ્ત્રીઓ વિશે કહે છે કે સ્ત્રીએ હંમેશા મીઠા શબ્દો બોલવા જોઈએ. આધુનિક વાતાવરણમાં મહિલાઓ દ્વારા બોલવામાં આવતી ભાષામાં ઘટાડો આવ્યો છે જેના કારણે સમાજ પ્રભાવિત થઈ રહ્યો છે. સ્ત્રીએ ક્યારેય અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ.


જે મહિલાઓમાં આ આદત હોય છે, તેમનું જીવન સમસ્યાઓથી ભરેલું હોય છે. દાંપત્યજીવનમાં ઉત્સાહ અને ઉમંગનો અભાવ છે. આવી સ્ત્રીઓ તણાવ અને રોગથી પણ પીડાય છે. ખરાબ ભાષા બોલવાથી વિચારોની શુદ્ધતા પર અસર થાય છે.


આ વાત પછીથી ઘણી ગંભીર બીમારીઓને જન્મ આપે છે


જો વિચારો શુદ્ધ ન હોય તો મન પર પણ તેની ખરાબ અસર પડે છે. જેના કારણે જ્યારે સમય આવે છે ત્યારે સ્ત્રી પોતાની આવડત અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરી શકતી નથી. આ સ્થિતિમાં, ઇન્ફિરીઓરિટી કોમ્પ્લેક્સ અને તણાવની સમસ્યા વધવા લાગે છે જે પછીથી ઘણી ગંભીર બીમારીઓને જન્મ આપે છે. તમને જણાવી દઈએ કે, આચાર્ય ચાણક્યએ સેંકડો વર્ષો પહેલા અનેક બાબતો પર પ્રકાશ પાડ્યો છે. તેમની વાતો આજે પણ સુસંગત લાગે છે.


આ પણ વાંચો-


Jan Dhan Yojana: પ્રધાનમંત્રી જન ધન યોજનાના 10 વર્ષ પૂર્ણ, નમો એપ ક્વિઝમાં ભાગ લઇ જીતો ખાસ ઇનામ