ભારતમાં Jio, Airtel, Vi, BSNL સહિત ઘણી ટેલિકોમ કંપનીઓ છે. આ સિવાય ઘણી સોશિયલ મીડિયા એપ્સ છે, જેની મદદથી યુઝર્સ એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી મહત્વપૂર્ણ માહિતી આવે છે, જેમાંથી કેટલીક નકલી પણ છે. આવો જ એક મેસેજ હાલના દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા અને ફોન કોલ્સ પર હવે 'નવા સંચાર નિયમો' હેઠળ ભારત સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવશે.






તેને લઇને Press Information Bureau (PIB)ની ફેક્ટ ટીમે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કર્યું છે. PIB Fact Checkએ જણાવ્યું હતું કે વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સોશિયલ મીડિયા અને ફોન કોલ્સ પર હવે ભારત સરકાર દ્વારા 'નવા સંચાર નિયમો' હેઠળ નજર રાખવામાં આવશે. આ વાસ્તવમાં ફેક છે.


આવા કોઈ મેસેજ ફોરવર્ડ ન કરો


PIB ફેક્ટ ચેકે વધુમાં જણાવ્યું છે કે આ દાવો નકલી છે. ભારત સરકાર દ્વારા આવો કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવી કોઈ ખોટી માહિતી ફોરવર્ડ ન કરો.


ફેક મેસેજ વધી રહ્યા છે


આજના સમયમાં સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ પર ઘણા મેસેજ અને વીડિયો છે જે નકલી માહિતી આપે છે. આવી પોસ્ટ વીડિયો વગેરેથી દૂર રહેવું જોઈએ. આ ઘણા લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.


PIBની સલાહ, આવા કોઈ મેસેજના શિકાર ન થાવ


પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું કે આવા કોઈ ફેક મેસેજમાં ફસાશો નહીં. પહેલા કોઈપણ મેસેજ પાછળનું સત્ય જાણો.


આ પણ વાંચોઃ


હવે Whatsapp, Telegram, Google Meet જેવી એપ્સે આ નિયમોનું પાલન કરવું પડશે, COAIએ કરી અપીલ