વર્ષની શરૂઆત થતા જ આ મહિનામાં અનેક પરીક્ષાઓ આવી રહી છે. ત્યારે બાળકોને આ સમયગાળા દરિયાન પરીક્ષાઓનું ટેન્શન રહેતુ હોય છે. કેટલાક બાળકોની યાદશક્તિ કમજોર હોવાથી બાળકોને વાંચેલુ યાદ રહેતુ નથી. ત્યારે આ ટીપ્સ આવા બાળકો માટે ખૂબ ઉપયોગી નિવળશે.
નવા વર્ષની શરુઆતની સાથે હવે પરિક્ષાઓ પણ આવી રહી છે. જાન્યુઆરીમાં ખાસ કરીને સ્કુલની પરીક્ષાઓ લેવાતી હોય છે. જેથી બાળકોને પરીક્ષાને લઈને ટેન્શન રહેતું હોય છે. એક સાથે વધારે વાંચવાનુ હોય ત્યારે મગજ પર જાણે બોજ પડતો હોય છે. કેટલાક બાળકોને જલ્દી કંઈ યાદ રહેતુ નથી ત્યારે આવા બાળકોને ખાસ આ એક્સેસાઇઝ અપનાવવી જોઈએ. આ એક્સેસાઇઝથી તમારા બાળકની યાદ શક્તિમાં વધારો થશે અને પરીક્ષામાં વાંચેલુ યાદ રહેશે.બાળકોને એક્સેસાઇઝ કરાવો
ઘણી વાર બાળકો પર ભણવાનું પ્રેશર ખૂબ જ વધી જતુ હોય છે જેના કારણે પરીક્ષા આપતી વખતે પ્રશ્નોના જવાબ ભૂલી જવાય છે. જેથી બાળકોનું મન ફ્રેસ રહે તે ખૂબ જરૂરી છે. ત્યારે તમે નાની નાની એક્સેસાઇઝ કરાવીને તમારા બાળકનુ મન ફ્રેસ રાખશો તો તમારુ બાળક પરીક્ષામાં સારી રીતે લખી શકશે.
કાગળ અને પેનનો ઉપયોગ કરો:
પરીક્ષા દરમિયાન બ્રેન પ્રેશર ઓછુ કરવા માટે ફેન્સી કમ્પ્યુટર ગેમ અને સ્ક્રીનને છોડીને કાગળ અને કલમનો ઉપયોગ કરો. જેમાં બાળકોને ગમતી પ્રવૃતી કરાવો, જેમકે આજે દિવસ દરમિયાન શું કર્યું ? બાળકો જેટલુ વધારે લખશે તેટલુ તેમને જલ્દી યાદ રહેશે.
બાળકોને વાર્તા સંભળાવો:
બાળકોને વાર્તા સાંભળવાનું ખૂબ ગમતું હોય છે. જેથી કોઈ પણ સ્ટોરી તમે બાળકોને સંભળાવશો તો બાળકોને તે જલ્દી યાદ રહી જશે. વાર્તા સાંભળવાથી બાળકનું મગજ ચાલે છે અને સાથે એ એક્ટિવિટીમાં પણ પાવરફુલ થાય છે. તેમજ વાર્તા સાંભળવાથી બાળકનું ટેન્શન પણ ઓછુ થતું હોય છે. બાળકોને તેના પુસ્તક સિવાયની મનગમતી સ્ટોરી વાંચવા આપો જેથી તેમનું મજગ રિલેક્શ થાય. જેથી બાળક તેના મગજને ફ્રેસ રાખીને પરિક્ષામાં સારુ પરિણામ લાવી શકે છે.
બાળકોના મગજને સ્વસ્થ રાખવા માટે રમતો રમાડો:
બાળકોના વિકાસ માટે તેમને નવી નવી રમતો રમાડો તેનાથી બાળકોના શરીરની કસરત પણ થઈ જશે અને સાથે બાળકોના મગજ પર તેની સારી અસર થશે. રમતો રમવાથી બાળકોના હાર્ટ તેમજ મગજ પર સારી થાય છે. એથલેટિક એક્ટિવિટી બાળકના મગજ અને શરીરને ઉત્તેજીત કરી શકે. જેથી બાળકોને રમતા અટકાવશો નહી અને તેમની ગમતી રમતો બાળકોને રમવા દો સાથે જ તમે પણ બાળક સાથે એવી ગેમો રમો જેમાં એના મગજનો વિકાસ થાય. જેથી બાળકના શારિરિક વિકાસની સાથે તેમના મગજનો પણ સારો વિકાસ થાય.
બાળકોને યોગ કરાવો:
આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીર માટે યોગ ખુબ ઉપયોગી છે. તેમાય વળી શિયાળામાં તો ખાસ. આપણા ગ્રંથોમાં પણ યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેની ઉપયોગીતા અને મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે. યોગથી શારિરિક અને માનસિક અનેક લાભ થાય છે. ત્યારે તમે પણ તમારા બાળકોને હોંશિયાર બનાવવા માંગો છો તો તમારા બાળકોને યોગા કરાવો. યોગા કરાવવાથી બાળકોના માઇન્ડનો વિકાસ સારો થાય છે. આ સાથે જ યાદશક્તિમાં પણ વધારો થાય છે.s