Coconut: નારિયેળનું સેવન તેનું તેલ કાઢીને પણ કરી શકાય છે જે તમારી ચામડીથી લઈને વાળ સમસ્યાથી બચાવવામાં અસરદાર સાબિત થશે.
Advantages of coconut: નારિયેળનું સેવન ઘણા પ્રકારે કરી શકાય છે. નારિયેળને કાચું ખાઈ શકાય છે, તેનું પાણી પણ પી શકાય છે અને તેના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. નારિયેળ પાણીથી લઈને નારિયેળનું સેવન કરવાના સ્વાસ્થ્ય ફાયદા ઘણા છે. પોટેશિયમ, મેન્ગેનીઝ, વિટામિન સી, કેલ્શિયમ તત્વોથી ભરપૂર નારિયેળ શરીરને હેલ્થી રાખે છે. કાચું નારિયેળ કે જેમાં કોપર, સેલેનિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેન્ગેનીઝ અને ઝીંક જેવી ખનીજો હાજર હોય છેજે શરીરને હેલ્થી રાખે છે.
ઠંડી તાસીરનું નારિયેળ માત્ર ઉપયોગી નથી પરંતુ તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે. નારિયેળ પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ,વિટામિન સી, પ્રોટીન, સોડિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરપૂર છે. એન્ટી- ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર નારિયેળ સ્કિનને હેલ્થી રાખે છે. વીટમેન B2, વિટામિન B3 અને વિટામિન Cથી ભરપૂર નારિયેળ પાણી ઈમ્યૂનિટી પણ વધાર છે અને શરીરને હેલ્થી રાખે છે.
નારિયેળનું સેવન તેનું તેલ કાઢીને પણ કરી શકાય છે જે સ્કિનથી લઈને વાળની સમસ્યાથી બચાવવામાં અસરદાર છે. હેલ્થલાઇનની ખબર મુજબ, ઔષધીય ગુણોથી ભરપૂર નારિયેળ તેલનું સેવન કેટલીક બીમારીઓમાં સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડે છે. કેટલીક બીમારીઓમાં નારિયેળનું સેવન તમારા શરીર પર સાઈડ ઈફેક્ટ કરે છે. આવો જાણીએ કઈ બીમારીઓમાં નારિયેળનું તેલ સ્વાસ્થ્ય પર નેગેટિવ ઈમ્પેક્ટ કરે છે.
વજન વધારે હોય તો નારિયેળ ન ખાવું
જે લોકોનું વજન વધારે હોઈ તે લોકોએ નારિયેળનું સેવન ન કરવું જોઈએ, નારિયેળનું સેવન કરવાથી વજન ઝડપથી વધે છે. નારિયેળમાં કેલરી, શુગર અને ઓઇલ વધારે હોય છે. તેનું સેવન કરવાથી ઝડપથી વજન વધી શકે છે.
પાચનની સમસ્યામાં ન કરો નારિયેળનું સેવન
જે લોકોને પાચન સંબંધિત તકલીફો હોય તમણે તેનું સેવન કરવાથી પેટ સંબંધિત તકલીફો વધી શકે છે. તે બ્લોટિંગ, ડાયરિયા અને પેટ ફૂલવા જેવી કેટલીક તકલીફોનું કારણ બની શકે છે.
જેવી રીતે દરેક વસ્તુના ફાયદા અને નુકશાન બંને હોઈ છે. તેવી જ રીતે નાળિયેરના પણ ફાયદા અને નુકશાન છે. જોકે આ દરેક વ્યક્તિની તાસીર પર નિર્ભર હોઈ છે.