ગુજરાતીમાં જાણીતી કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જીવનમાં શારિરીક અને માનસિક આરોગ્યનું મહત્ત્વ દર્શાવતી આ કહેવત દરેક વ્યક્તિ માટે સૌથી વધુ મહત્ત્વની છે. કેટલાંક લોકો માને છે કે તેઓ પૂરતા વિટામિન લે છે અને કસરત કરે છે તેથી તેમની તંદુરસ્તી સામે જોખમ નથી, પરંતુ આ લોકો જાણતા નથી કેટલીક આદતો અથવા ટેવો તમને બિમાર પાડી શકે છે.


નખ કરડવાની ટેવ

સવારમાં નાસ્તો ટાળ્યા પછી તમારે સમગ્ર દિવસ દરમિયાન નોકરી કે બિઝનેસના તનાવપૂર્ણ કામગીરી કરવી પડે છે. આ દબાણયુક્ત કામગીરીથી વ્યક્તિ નખ કરડવા લાગે છે. વિવિધ અભ્યાસમાં સાબિત થયું છે કે નખ કરડવાની આદત સંપૂર્ણપણે બિનતંદુરસ્ત છે અને તેનાથી વિવિધ વાઇરલ રોગોનો જન્મ થાય છે. આ કુટેવથી વિવિધ બેક્ટેરિયા અને વાઇરસ શરીરમાં પ્રવેશ કરે છે અને ઇન્ફેક્શન થાય છે. હાલમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાકાકાર મચાવ્યો છે. તેથી જો તંદુરસ્ત જાળવવી હોય તો આવી ટેવ છોડી દેજો.



સવારનો નાસ્તો

બધા લોકો માટે સવારનો સમય ભાગદોડનો હોય છે અને તેથી તેઓ ઝડપથી નાસ્તો કરે અથવા નાસ્તો કરવાનું ટાળે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે સવારમાં નાસ્તો કરતા નથી. જોકે વેબએમડીના અહેવાલ અનુસાર સવારમાં નાસ્તો કરવાથી આપણને દિવસ દરમિયાન ઊર્જામય રહેવામાં મદદ મળે છે. તેનાથી વજનને કાબુમાં રાખવામાં પણ મદદ મળે છે. વિવિધ અભ્યાસ અનુસાર સવારનો નાસ્તો ટાળવાથી ટાઇપ-ટુ ડાયાબિટીશ અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.

તણાવ

દરેક વસ્તુની ચિંતા કરવાથી ઘણી બિમારીનો જન્મ થાય છે. તેનાથી મેન્ટલ સ્ટ્રેસ ઊભો થાય છે અને વેબએમડીના અહેવાલ અનુસાર સ્ટ્રેસ અને વધુ પડતી ચિંતાથી તમામ પ્રકારના રોગ થાય છે. માથાનો દુઃખાવો, અનિન્દ્રા, ડિપ્રેશન અને ઘણીવાર હાર્ટ એટેક માટે પણ તણાવ જવાબદાર છે. તેથી સ્ટેટને ઓછો કરવાના રસ્તા અંગની જાણકારી મેળવો.



પૂરતું પાણી ન લેવું

તમારા અસ્તિત્વ માટે પાણી 100 ટકા જરૂરી છે. જો તમે આઠ ગ્લાસ પાણી ન પીતા હોવ તો તમે પૂરતું પાણી લેતા નથી. બ્રેકિંગમસલ્સડોટકોમના અહેવાલ અનુસાર પૂરતા પ્રવાહીથી કેન્સરને અટકાવી શકાય છે. વજન ઘટાડવામાં, સાંઘાનો દુઃખાવો અને માથાનો દુઃખાવો જેવા બિમારીનો સામનો કરવામાં પાણી મદદરૂપ બને છે. તંદુરસ્ત રહેવા માટે હંમેશા તમારી પાસે પાણીની બોટલ રાખો.

ધુમ્રપાન

સૌથી ખરાબ આદતમાં તેનો સમાવેશ થાય છે. ધુમ્રપાનથી રોગપ્રતિકાર સિસ્ટમ નબળી પડે છે. આનો અર્થ એવો થાય છે કે તમારું શરીરની વિવિધ બિમારી સામે લડવાની શક્તિ ઘટે છે. કેન્સર માટે ધુમ્રપાન જવાબદાર છે.



પૂરતી ઊંઘ ન લેવી

ઘણા લોકો વધુ પડતી ઉંઘ લે છે અને ઘણા લોકો પૂરતી ઊંધ લેતા નથી. આ બંને તંદુરસ્ત માટે નુકસાનકાર છે. એક અભ્યાસ મુજબ સાતથી નવ કલાકની ઊંઘ શરીર માટે જરૂરી છે. જો આટલી ઊંઘ લેવામાં ન આવે તો શરીરમાં ઊર્જાનું પ્રમાણ ઘટે છે. શરીરમાં નવા કોષનું સર્જન થતું નથી અને તેનાથી વિવિધ બિમારીઓ ઉંઘ કરી જાય છે.

આવી કેટલીક ટેવોમાં સુધારો કરવાથી શરીર તંદુરસ્ત બને છે અને આયુષ્ય વધે છે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ