Health Tips:જો આપ તંદુરસ્ત રહેવા માંગો છો તો આ ફૂડને ખાલી પેટ ખાવાની આદત પાડો. તેનાથી વજન પણ નહીં વધે અને આપ તંદુરસ્ત પણ રહી શકશો.પપૈયા એક એવું ફળ છે. જેને સવારે ખાલી પેટ ખાવાથી અનેક ગણો ફાયદો થાય છે. વેઇટ લોસમાં મદદ મળવાની સાથે તેનાથી સ્કિન પણ ગ્લોઇંગ બને છે.
પપૈયું માત્ર સ્વાદથી જ ભરપૂર નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક ફળ છે. આ ફળમાં ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટની સાથે વિટામીન A, B, C અને E પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એટલું જ નહીં, પપૈયામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન કેરોટીનોઈડ જેવા તત્વો પણ જોવા મળે છે. તેઓ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે.
ખાલી પેટ પપૈયાનું સેવન વેઇટલોસમાં તો મદદ કરે જ છે સાથે સાથે પપૈયું સ્કિનનો ગ્લો પણ વઘારે છે. ખાલી પેટ પેપૈયાનું સેવન કરવાથી સ્કિન પર થતી વધતી ઉંમરની અસર પણ ઓછી થાય છે.
ખાલી પેટ તરબૂચ ખાવાથી શરીર દિવસભર હાઇડ્રેઇટ રહે છે. ગરમીમાં આપ નાસ્તામાં તરબૂચને સામેલ કરો. તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો.
પાચનતંત્રથી સંબંધિત દરેક સમસ્યાથી છૂટકારો અપાવા માટે ખાલી પેટે કિવી લેવાની સલાહ અપાઇ છે. હિમોગ્લોબિન વધારવાની સાથે કિવિ સ્કિનને પણ હેલ્થી રાખે છે. બેરીઝ પણ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. રાસબેરી, બ્લૂબેરી,સ્ટ્રોબેરીને આપ નાસ્તામાં સામેલ કરો.
ખાલી પેટ બદામનું સેવન અચૂક કરો, તેના અનેક ફાયદા છે. તે દિવસભર એનર્જેટિક રાખે છે, જે આપને એક્ટિવ રાખવામાં મદદ કરશે, રાત્રે બદામના પાંચ દાણા પલાળી દો. જેનું સવારે સેવન કરો. સ્કિન હેલ્ધી રાખવાની સાથે આંખની રોશની પણ વધારશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો