Soft And Fluffy Paratha: પરાઠા બનાવવું એ સરળ કામ નથી, તેને બનાવવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવવી ખૂબ જ જરૂરી છે. સોફ્ટ પરાઠા બનાવવા માટે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
ઉત્તર ભારતમાં પરાઠા સૌથી પ્રિય નાસ્તાના વિકલ્પોમાંથી એક છે. આલુ પરાઠા, દાળ પરાઠા, પનીર પરાઠા, માખણથી લથપથ ટેસ્ટી પરોઠા સાથે દહી કે અથાણું મળી જાય તો તેને ખાવામાં ખૂબ મજા આવે છે. જો કે પરાઠાને સોફ્ટ બનાવવા માટે કેટલીક મહેનત કરવી પડે છે. સોફટ પરાઠા બનાવવા માટે તેની યોગ્ય રીત સમજવી જરૂરી છે. તો જાણીએ કેવી રીતે ફ્લફી અને સોફ્ટ પરાઠા બનાવી શકાય.
લોટને સારી રીતે બાંધી લો
લોટને હમેશા ચાળીને યુઝ કરો અને પરાઠા બનાવતી વખતે તેમાં હુંફાળા પાણીનો ઉપયોગ કરો.એક સાથે પાણી ન ઉમેરતાં, થોડું થોડુ પાણી ઉમેરો. આ રીતે પરાઠા બનાવવાથી સોફ્ટ બનશે
લોટ બાંધીને 15 મિનિટ ઢાંકીને રાખો
લોટ બાંધી લીધા બાદ તેના પર તેલ લગાવો અને તેને મલમલના કપડાંમાં 15થી 20 મિનિટ ઢાંકી દો. આ ટિપ્સ લોટમાં ભીનાશ બનાવી રાખવામાં મદદ કરે છે.જો લોટ બાંધ્યા બાદ તેના ખુલ્લો છોડી દેવાથી લોટ સૂકાઇ જાય છે અને બાદ તેના લોટથી સોફટ પરાઠા નથી બનતા.
લોટમાં ઘી મિક્સ કરીને બાંધો
સોફ્ટ અને ફલડી રાઠા માટે કણક ભેળતી વખતે તેમાં ઘી અને મીઠું નાખવાનું ભૂલશો નહીં. જો તમે એક કપ લોટ લીધો હોય તો તેમાં એક ચમચી ઓગળેલું ઘી ચોક્કસથી ઉમેરો. ધ્યાન રાખો કે ઘી વધારે ગરમ ન હોવું જોઈએ. હવે તેમાં થોડું મીઠું મિક્સ કરો અને પાણીની મદદથી મિક્સ કરો. આમ કરવાથી લોટ પરફેક્ટ તૈયાર થઈ જશે અને પરાઠા પણ સ્વાદિષ્ટ અને સોફ્ટ બનશે.
દહીં મિક્સ કરો
પરાઠાને સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે આપ તેમાં દહીં પણ ઉમેરી શકો છો. જો કે ધ્યાન રાખો કે લોટ બાંધવામાં જો દહીં ઉમેરો તો તે તાજુ અને સ્વાદે ખાટુ ન હોવું જોઇએ, નહિતો આવું દહી પરાઠાનો સ્વાદ બગાડી શકે છે. લોટ બાંધતી વખતે જો લોટમાં દહીં મિકસ કરીને બાંધવામાં આવે તો ઠંડા પડ્યાં બાદ પણ પરાઠા સોફ્ટ જ રહેશે.
પરાઠાને ધીમા તાપે પકવો
પરાઠાને નરમ બનાવવા માટે, તેને માત્ર ધીમા તાપે જ પકવો. આ ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેપ છે. જો તમે પરાઠાને ફુલ તાપ પર પકવશો તો તો તે પાપડની જેમ સખત થઈ શકે છે અને તમે તેમને એ સોફ્ટનેસ નહીં મળે. પરાઠા બનાવવાની સાચી રીત એ છે કે, પહેલા તવાને ગરમ થવા દો, ત્યાર બાદ તેના પર ઘી લગાવો બાગ તેના પર પરાઠાને રાખો. હવે પરાઠાને ચારે બાજુથી પકાવો અને સમયાંતરે તેને ફેરવતા રહો.