આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, તાંબાનું પાણી શરીરના અનેક દોષોને દૂર કરે છે. તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે. તાંબાના પાત્રનું પાણી સંપૂર્ણ શુદ્ધ માનવામાં આવે છે. તેમાં બેક્ટરિયા ખતમ કરવાની ક્ષમતા છે.
આયુર્વેદમાં તાંબાના પાત્રમાં ભરેલા પાણીના અનેક ફાયદા દર્શાવવામાં આવ્યાં છે. જો કે તાંબાના પાત્રમાં આઠ કલાક રાખેલું પાણી પીવાથી જ તે ફાયદો આપે છે. તો જાણીએ કઇ રીતે તાંબાનું પાણી ફાયદાકારક છે.
તાંબાના પાત્રના પાણીના ફાયદા
ડાયરિયા, કમળો,ડિસેન્ટ્રી જેવી બીમારી સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે.
પેટમાં દુખાવો, ગેસ એસિડીટી, કબજિયાતની સમસસ્યાથી પણ છૂટકારો મળે છે.
તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી કેન્સર સામે લડવાની ક્ષમતા વધે છે. તાંબામાં કેન્સર વિરોધી તત્વ હોય છે.
તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી શરીરના ઘાને રૂઝાવવામાં મદદ મળે છે. શરીરની અંદર કોઇ ઇન્ફેકશન હોય તો તે પણ દૂર થાય છે.
તાંબુ પ્યુરીફિકેશનનું કામ પણ કરે છે. પાણી શરીર જ નહિં પરંતુ પાણીને અંદર રહેલી અશુદ્ધીઓને પણ દૂર કરે છે.
તાંબાના પાત્રનું પાણી પીવાથી આંતરડાની અશુદ્ધિઓ દૂર થાય છે. જેનાથી અનેક રોગોથી રાહત મળે છે. તેનો શરીર પર સારો પ્રભાવ પડે છે.
તાંબાનું પાણી રક્તની શુદ્ધિ કરે છે. જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યા પણ દૂર કરે.
જો આપ મદેસ્વીતાની સમસ્યાથી પીડિત હો તો તાંબાનું પાણી બેડ કોલ્સ્ટ્રોલને ઘટાડે છે.
તાંબાનું પાણી પીવાથી કિડન અને લીવર સંબંધિત બીમારી દૂર રહે છે.