નવી દિલ્હીઃ ભારતના કેટલાય સ્ટાર્સ ક્રિકેટરો આજકાલ રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ભાગ લઇ રહ્યાં છે. ભારતને જ્યાં પહેલી મેચમાં બાંગ્લાદેશને 10 વિકેટ માત આપી હતી, હવે બીજી મેચની તૈયારીઓમાં જોડાઇ ગયા છે. આજે ઇન્ડિયા લીજેન્ડની મેચ ઇંગ્લેન્ડ લીજેન્ડ સામે રમાવવાની છે. આ બધાની વચ્ચે સચિન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગ અને યુવરાજ સિંહનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો ચે. આ વીડિયોને વિરેન્દ્ર સહેવાગે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે. 


વીડિયોમાં જોઇ શકાય છે કે સચિન પોતાની હાથોમાં સોયો લગાવેલી છે. વળી વિરેન્દ્ર સહેવાગ કહે છે કે- આ અમારા ભગવાન છે, જે સોય લગાવીને પણ મેચ રમશે. સચિનની ખુરશીની બાજુમાં યુવરાજ પણ બેઠેલો છે. સહેવાગની વાતો પર યુવરાજ પોતાની પ્રતિક્રિયા વ્યક્તિ કરી. યુવરાજે કહ્યું- ભાઇ તુ શેર છે, તે છે બબ્બર શેર.. આ સાંભળીને લોકો હંસવા લાગે છે. 



સચિન રમી શકે છે ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ....
વિરેન્દ્ર સહેવાગ જ્યારે સચિનને પુછે કે શું કાલની મેચ માટે ફિટ છો, તો સચિને કહ્યું- શક્ય છે કે હું કાલની મેચ રમુ. ઉલ્લેખનીય છે કે સીરીઝની પહેલી મેચમાં સચિન અને સહેવાગની જોડીએ દર્શકોને ખુબ મનોરંજન પુરુ પાડ્યુ હતુ. બન્નેએ અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. હવે આજે ભારતની મેચ ઇંગ્લેન્ડ સામે છે.