Covid-19 XE Variant:  કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા પ્રકારો સામે આવી રહ્યા છે. તાજેતરમાં, લંડનમાં કોરોનાના નવા વેરિઅન્ટ XE ના કેટલાક કેસ નોંધાયા છે. હવે ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના નવા પ્રકાર XE ના 2 કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં કોરોનાની ચોથા લહેરને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.


નિષ્ણાતો કહે છે કે નવો XE વેરિઅન્ટ Omicron કરતાં 10 ગણો વધુ ચેપી છે. આવી સ્થિતિમાં, તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે. નવા XE વેરિઅન્ટની ખાસિયતો Omicron જેવી જ છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે નવો વેરિઅન્ટ XE પણ એટલો ગંભીર નથી. જો કે તમારે સાવચેત રહેવું જોઈએ. જાણો કોરોનાના નવા XE વેરિઅન્ટના લક્ષણો અને તેનાથી કેવી રીતે બચવું.


કોરોના વાયરસના નવા પ્રકાર XE ના લક્ષણો



  • નર્વસનેસ

  • તાવ

  • હાયપોક્સિયા

  • ઊંઘ અથવા મૂર્છા

  • બ્રેન ફૉગ

  • માનસિક મૂંઝવણ

  • વોકલ કોર્ડ ન્યુરોપથી

  • હૃદયના ધબકારા વધી જવા

  • ત્વચા પર ફોલ્લીઓ અથવા રંગ બદલાવો


જો તમને ગંધ અને સ્વાદની ખબર નથી પડી રહી. જો તમને સતત તાવ અને ઉધરસ હોય તો તમને કોવિડ હોઈ શકે છે. આ કિસ્સામાં, તરત જ ડૉક્ટરની સલાહ લો.


કોરોના વાયરસના નવા પ્રકાર XE થી બચવા માટે શું સાવચેતી રાખશો



  • દરેક વ્યક્તિએ રસી લેવી જોઈએ અને સમયસર તમારો બૂસ્ટર ડોઝ લેવો જોઈએ.

  • જ્યારે પણ તમે ભીડવાળી જગ્યાએ જાઓ ત્યારે હંમેશા માસ્ક પહેરો.

  • જાહેર સ્થળોએ કાપડના માસ્કને બદલે સર્જિકલ માસ્ક અથવા N95 માસ્કનો ઉપયોગ કરો. સા

  • સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, લોકોથી ઓછામાં ઓછું 2 યાર્ડનું અંતર રાખો.

  • બહારથી આવ્યા પછી હાથને સારી રીતે સેનિટાઈઝ કરો અને સાબુથી ધોઈ લો.

  • બહારથી આવ્યા બાદ સ્નાન કરો અને તમારા કપડાં ધોઈ લો.

  • શરદી અને ઉધરસથી દૂર રહો અને ગાર્ગલ કરતા રહો.

  • રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળો અને શાકભાજીનું સેવન કરો.

  • આ પણ વાંચોઃ


Coronavirus:  કોરાના હજુ ખતમ નથી થયો, સાઉથ આફ્રિકામાં વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનના બે નવા પેટાવંશ શોધ્યા