Knee pain: ઢીંચણના દુખાવાની સમસ્યા એક ઉંમર પછી મોટાભાગના લોકોને પરેશાન કરે છે. જો કે, જો તમે યોગ્ય સમયે અમુક બાબતોનું ધ્યાન રાખો છો, તો તમે જીવનભર ઢીંચણના દુખાવાની સમસ્યાથી બચી શકો છો.
મોટાભાગના લોકો ઢીંચણના દુખાવાની સમસ્યાથી પરેશાન છે. ખાસ કરીને 35-40 વર્ષની ઉંમર પછી, ઢીંચણમાં અંદર અવાજ, ઉઠવા-બેસવામાં સમસ્યા જેવા લક્ષણો મોટાભાગના લોકોને પરેશાન કરવા લાગે છે. સામાન્ય રીતે આ શરીરમાં કેલ્શિયમના ઘટાડાને કારણે થાય છે અને કેટલાક લોકોમાં તે સંધિવાના પ્રારંભિક લક્ષણ તરીકે દેખાઈ શકે છે.
જો કે, કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખીને તમે વૃદ્ધાવસ્થા સુધી તમારા ઢીંચણને સ્વસ્થ અને મજબૂત રાખી શકો છો. અહીં અમે તમને એવી 5 સરળ રીતો જણાવી રહ્યા છીએ, જેને રોજિંદા જીવનમાં અપનાવવી ખૂબ જ સરળ છે અને તેઢીંચણના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે.
વજન ઘટાડો
વધતી જતી ઉંમરમાં ઢીંચણની સમસ્યાનું મુખ્ય કારણ શરીર પર વધતી ચરબી છે. જે લોકોનું વજન તેમની ઊંચાઈના પ્રમાણમાં વધુ હોય છે, તે લોકો ઘૂંટણની સમસ્યાને લઈને ઘણી ચિંતા કરવા લાગે છે. જો આવા લોકો ઈચ્છે તો 10 થી 15 કિલો વજન ઘટાડીને પણ તેમના ઢીંચણના સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો કરી શકાય છે.
કમ્ફર્ટ ફૂટવેર પસંદ કરો
ખોટી સાઈઝના ચપ્પલ અને હીલ પહેરવી એ પણ ઢીંચણ સહિત પગમાં દુખાવા માટે જવાબદાર છે. વધુ સમય હીલ પહેરવાથી કમર, ખભામાં દુખાવો થઈ શકે છે. જો લાંબા સમય સુધી ઉભા રહેવાનું હોય કે ચાલવાનું હોય તો હીલ અવોઇડ કરવી જોઇએ. આપ સ્પોર્ટ્સ શૂઝ અને સ્નીકર્સનો વધુ ઉપયોગ કરો તે વધુ આરામદાયક છે.
ચાલવા, બેસવાની રીતભાત પર ધ્યાન આપો
આપની બેસવાની અને ઉઠવાની ગલત રીત પણ ઢીંચણના દુખાવા માટે જવાબદાર છે. જો આપને નાની ઉંમરે જ આ સમસ્યા થઇ રહી હોય તો આપ નિષ્ણાતની મદદ લઇને આપની આદતોમાં સુધાર લાવવો જોઇએ. આપ ફિઝિયોથેરાપિસ્ટની મદદ લઈ શકો છો.આપ આપના સ્વાસ્થ્ય માટે કેટલા સભાન છો. તે તેના આહાર અને વ્યાયામની દિનચર્યા પરથી જાણી શકાય છે. આપ આપના રૂટીનમાં વોકિંગ અને યોગ્ય આહાર શૈલીને સામેલ કરો.
ઘૂંટણનો વધુ પડતો ઉપયોગ
હા, કેટલાક લોકો તેમના ઘૂંટણનો વધુ પડતો ઉપયોગ પણ કરે છે. સક્રિય રહેવું અને વધુ ને વધુ કામ કરવું એ સારી બાબત છે. પરંતુ તમારા શરીરને મશીન ગણવું એ એક મોટી ભૂલ છે, તે ન કરો. શરીરને પણ આરામની જરૂર છે. જેથી શરીરના નવા કોષોનું ઉત્પાદન યોગ્ય રીતે થઈ શકે.જો ઢીંચણમાં દુખાવો શરૂ થાય તો શરૂઆતના સમયમાં જ તેની કાળજી લો અને આરામ આપો,