પોર્ટુગલના વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છો. રોનાલ્ડોના પુત્રનું નિધન થયું છે. રોનાલ્ડોએ સોશિયલ મીડિયા દ્રારા આ જાણકારી આપી છે.
સોમવાર, 18 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં રોનાલ્ડોના નવજાત બાળકના મૃત્યુ વિશે આ માહિતી શેર કરી હતી. રોનાલ્ડોની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝને જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જોકે બંનેમાંથી એક બાળકનું મોત થયું હતું. રોનાલ્ડોએ પોસ્ટ કર્યું, "અમારું નવજાત બાળક મૃત્યુ પામ્યું છે તે જાણીને અમને ખૂબ જ દુઃખ થયું છે." કોઈપણ માતાપિતા માટે સૌથી મોટું દુ:ખ હોય જો કે દીકરીનો જન્મ આપણને સહન કરવાની શક્તિ આપે છે." રોનાલ્ડોની પત્નીઓ ટ્વિન્સ બાળકને જન્મ આપ્યો હતો. જેમાં એક બેબી ગર્લ અને એક બેબી બોય હતો જો કે બેબી બોય નવજાતનું નિધન થતાં રોનાલ્ડોએ આ દુ:ખદ સમાચાર સોશિયલ મીડિયા દ્રારા આપ્યા હતા. રોનાલ્ડોએ બાદમાં તમામ ડોકટરો અને નર્સોનો આભાર માન્યો હતો.
ઓક્ટોબરમાં, રોનાલ્ડોએ તેની પત્ની જ્યોર્જીના સાથે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં માતાપિતા બનશે. તેણે ટ્વિન્સ વિશે એક પોસ્ટ શેર કરીને તમામ ચાહકોને ખુશખબર આપી હતી. જો કે, રોનાલ્ડોને ચાર બાળકો છે, 11 વર્ષનો ક્રિસ્ટિયાનો જુનિયર, ચાર વર્ષના જોડિયા ઇવા અને માટ્ટાઓ અને ત્રણ વર્ષનો અલાના માર્ટિન.
Coronavirus: દેશના આ જાણીતા રાજ્યમાં કોરોનાના કેસ વધતા માસ્ક ફરજિયાત કરવામાં આ શકે છે, બેઠકમાં થઈ શકે છે આ મોટા ફેંસલા
DDMA Meeting: દિલ્હીમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિને જોતાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બુધવારે એક મહત્વની બેઠક બોલાવી છે. જેમાં વર્તમાન સ્થિતિને જોતાં અનેક મહત્વપૂર્ણ ફેંસલા લેવામાં આવી શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું, બુધવારે ડીડીએમએની મહત્વપૂર્ણ બેઠકમાં સ્કૂલના બાળકો માટે ફેસ માસ્કનો ફરજિયાત ઉપયોગ અને ઓફલાઈન-ઓનલાઈન શિક્ષણ માટે હાઇબ્રિડ મોડ પર ચર્ચા થવાની સંભાવના છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલની અધ્યક્ષતમાં યોજાનારી બેઠકમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરાશે.
ફેસ માસ્કનો ઉપયોગ ન કરવા પર દંડ લગાવવાની થઈ શકે છે ચર્ચા
ઉત્તરપ્રદેશ સરકારે સોમવારે રાજધાની લખનઉ, નોયડા અને ગાઝિયાબાદ સહિત છ એનસીઆર જિલ્લામાં જાહેર સ્થળોએ લોકો માટે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યુ છે.