Cucumber Drink Benefits: કાકડીમાંથી બનેલું  આ પીણું અનેક રીતે ફાયદાકારક છે.  આ ડિટોક્સ ડ્રિન્કના ફાયદા જાણીને આપો ચૌંકી જશો


શરીરને ડિટોક્સ કરવા અને વજન ઘટાડવા માટે તમે કાકડીથી બનેલું પીણું પી શકો છો. કાકડીમાંથી બનતું ડિટોક્સ વોટર તમને ઘણી રીતે ફાયદો કરશે. તે પાચનમાં સુધારો કરવાની સાથે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને ત્વચા માટે પણ સારું છે. તેને કેવી રીતે બનાવવું તે જાણો


સામગ્રી



  • 1 લિટર પાણી

  • 3 કાકડી

  • 4 લીંબુના નંગ

  • એક મુઠ્ઠી ફુદીના પાન


આ રીતે બનાવો ડિટોક્સ ડ્રિન્ક



  • સૌથી પહેલા કાકડી અને લીંબુને  ફુદીનાને કાપી લો

  • હવે એક જગમાં ફુદીના, લીંબુ, કાકડીને નાખો

  • હવે તેને ફ્રિજમાં ખાલી રાત માટે રાખો

  • આ ડિટોક્સ ડ્રિન્કને આપ દિવસભર પી શકો છો.

  •  


કાકડી અને છાશનું ડિટોક્સ ડ્રિન્ક


સામગ્રી



  • 1 કપ દહીં

  • અડધો કપ ફુદીનાના પાન

  • 1 ચમચી જીરૂં

  • અડધી ચમચી લાલ મરચાં પાવડર

  • મરી સ્વાદનુંસાર

  • કોથમીર ગાર્નિશ કરવા માટે


બનાવવાની વિધિ



  • સૌથી પહેલા દહીં, કાકડી,  ફુદીનાના પાન બ્લેન્ડ કરી લો.

  • આ ડ્રિન્કમાં તેના હિસાબથી પાણી ઉમેરો અને કન્સ્ટન્સી પાતળી રાખો

  • 30 સેકેન્ડ સુધી તેને બ્લેન્ડ કરો તુલસી ફ્લેવર માટે તુલસીના પાન ઉમેરી શકો છો.

  • સર્વિંગ ગ્લાસમાં નાખીને સર્વે કરો, આપ તેમાં મરી, સેંધા નમક નાખી શકો છો

  •  


Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.