દહીંમાં એવા અનેક ગુણો છે. જેના કારણે જ તે  ભારતીય ઘરનું પ્રમુખ ફૂડ બની ગયું છે. રાયતાથી માંડીને ગ્રેવિજ અને ચાસ સુધી તેનો ઉપયોગ થાય છે. દહીંના અનેક ગુણો શેફ અને રસોઇયાનું ધ્યાન ખેંચતા રહ્યાં છે. ફિટેનેસ કોન્શિયસ લોકો માટે આ ફેવરિટ ફૂડ છે.  દહીંમાં વિટામિન બી12, મીનરલ્સ અને પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો છે.


દહીં હાઇબ્લડપ્રેશર અને પાચન સંબંઘિત સમસ્યામાં ઓષઘનું કામ કરે છે. વેઇટ લોસમાં પણ દહીં એક કારગર ફૂડ છે.


પાચનમાં મદદ કરે છે


દહીંમાં પ્રોબાયોટિક તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે પાચનમાં મદદ કરે છે. દહીમાં રહેલા ગૂડ બેક્ટરિયા આંતરડાની ગતિવિધિને સુધારે છે.ખરાબ પાચનના કારણે જ વજન વધે છે કારણ કે આપણે તેના પોષણ તત્વોને સારી રીતે અવશોશિત નથી કરતા, જો શરીરમાં જમા કચરો બહાર ન નીકળે તો  તે બીમારીનું કારણ બને છે.


પ્રોટીનથી ભરપૂર


ડેરી પ્રોડક્ટ હોવાથી દહીં પ્રોટીનથી ભરપૂર છે. એક રિસર્ચ મુજબ ગ્રીક યોગાર્ટના એક ઔંસમાં  પ્રોટીન 12 ગ્રામ હોય છે, એક રિસર્ચ મુજબ હંગ કર્ડને વજન ઉતારવા માટે દહીંના ફુલ ફેટની તુલનામાં બેસ્ટ વિક્લ્પ માનવામાં આવે છે. પ્રોટીન આપને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું, આ રીતે આપ ફેટવાળા ફૂડ ખાતા પણ બચો છો. દહીંથી પેટ ભરાઇ જાય છે. દહીમાં 70-80 % પાણી હોય છે જેથી પણ તે વજન ઉતારવામાં કારગર છે.


કેલ્શિયમ સમૃદ્ધ ફૂડ


દહીં કેલ્શિયમથી સમૃદ્ધ છે.  તેનો અંદાજ તે રીતે લગાવી શકાય કે, 100 ગ્રામ દહીંમાં લગભગ 80 મિલિગ્રામ કેલ્શિયમની માત્રા હોય છે. દહીમાં કેલ્શિયમની ભરપૂર માત્રા આપના દાંત અને હાડકાંને મજબૂત કરવાની સાથે વજન ઉતારવામાં પણ મદદ કરે છે. રિસર્ચનો દાવો છે કે, દહીંમાં રહેલું કેલ્શિયમ આપનું મોટાબિલિઝમની ગતિ વઘારે છે અને વેઇટ લોસમાં મદદ કરે છે.


ખીચડી વજન ઉતારવાની સાથે આ રોગમાં પણ છે ઔષધ સમાન


ફિટ રહેવા માટે આપે સપ્તાહમાં એક વખત ખીચડી લેવી જોઇએ. ખાસ કરીને આપની પેટની ચરબી કમર સુધી જામી ગઇ હોય તો ખીચડી વજન ઉતારવાની સાથે અનેક રીતે ફાયદાકારક છે.


પાચન સુધારે છે


આ ડિશ પચાવવા માટે ખૂબ જ સરળ છે. ખીચડી સુપાચ્ય હોવાથી જ બીમાર લોકોને આપવાની ડોક્ટર સલાહ આપે છે. જેનું પાચન કમજોર હોય તેને ખીચડીને ડાયટમાં સામેલ કરવી જોઇએ.


પૌષ્ટિક ભોજન


ખીચડી, દાળ, ભાત, સબ્જી, મસાલા સાથે બનાવાવમાં આવે છે. જે પોષણથી ભરપૂર હોય છે. જે શરીરને ઊર્જા આપે છે. એક ખીચડીથી આપણા શરીરને બધા જ જરૂરી પોષક તત્વો મળી રહે છે જેથી તે સારૂ ઓપ્શન છે.


રંતર ચરબી જમા થતી હોય તો આપે અનિવાર્ય દિવસમાં એક વખત ડાયટમાં ખીચડીને સામેલ કરવી જોઇએ. જે  ચરબીને ઘટાડે છે આપના વજનને નિયંત્રિત કરે છે.


બાળકો માટે ખીચડી


બાળકો માટે ખીચડી સરળ, સુપાચ્ય આદર્શ ભોજન છે. પાલક ખીચડી, મગદાળની ખીચડી બનાવવી ખૂબ જ સરળ છે. ખીચડી બાળકના વિકાસ-વૃદ્ધિ માટે સુપાચ્ય અને એક સંતુલિત આહાર છે. થોડા ઘી સાથે ખીચડી કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.


ડાયરિયાની સમસ્યામાં હિતકારી


જો આપને વારંવાર ડાયરિયાના સમસ્યા રહેતી હોય તો ફોતરા વિનાની મગની દાળની ખીચડી લેવી જોઇએ. આ સમસ્યામાં સૂકી નહી પરંતુ લૂઝ ખીચડી લેવાનું પસંદ કરો. તે સુપાચ્ય છે અને પેટના દુખાવામાં રાહત આપે છે. તે શરીરને નબળું નથી થવા દેતી. તેનાથી શરીરની એનર્જી બની રહે છે