Russia-Ukraine War: યુક્રેન પર રશિયાના આક્રમણનો આજે 18મો દિવસ છે.  રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સુરક્ષા તૈયારીઓ અને વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થયા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન યુક્રેનમાં આવેલું ભારતીય દૂતાવાસ કામચલાઉ ધોરણે પોલેન્ડ ખસેડવામાં આવ્યું છે.


વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યુક્રેનના પશ્ચિમ ભાગોમાં હુમલા સહિત ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને, યુક્રેનમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી રૂપે પોલેન્ડમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.






રશિયાએ બદલી રણનીતિ


યુક્રેન યુદ્ધમાં રશિયાએ હવે પોતાની રણનીતિ બદલી છે. રશિયાએ હવે અલગ-અલગ વિસ્તારોમાં જોરદાર હુમલા શરૂ કરી દીધા છે. કિવ સહિત ઘણા શહેરોને કોર્ડન કરીને કડક કરવામાં આવ્યા છે. આ દરમિયાન યુક્રેને રશિયાના બે હેલિકોપ્ટર તોડી પાડ્યા, પરંતુ રશિયાની મિસાઈલ શક્તિ સામે યુક્રેન દમ તોડી રહ્યું છે. રશિયાએ યુક્રેન પર 18 દિવસમાં 800થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. આ જ કારણ છે કે અમેરિકા હવે યુક્રેનને આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ આપવાનું વિચારી રહ્યું છે, પરંતુ આશંકા છે કે તેમાં મોડું ન થઈ જાય.


રશિયાએ યુક્રેનના ચોથા સૌથી મોટા શહેર ડીનીપ્રો શહેરને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે. અહીં પણ રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો હતો. દક્ષિણ યુક્રેનના માયકોલિવ વિસ્તારમાં એક પછી એક વિસ્ફોટ થઈ રહ્યા છે. રશિયન સેના દરેક એવા વિસ્તારો પર હુમલો કરી રહી છે જ્યાં તેની સેના પહોંચી શકી નથી. આવું જ એક શહેર છે ઓડેશા જ્યાં નાગરિકોને રશિયન સેનાના આગમનનું જોખમ છે. આ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ અહીં પણ આખા શહેરમાં રશિયન હુમલાના નિશાન જોવા મળી રહ્યા છે.


યુક્રેન વધુ આધુનિક શસ્ત્રો ખરીદી શકે અને શરણાર્થીઓને મદદ કરી શકે તે માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેનને વધારાની સહાય આપવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ તે સ્પષ્ટ થઈ ગયું છે કે ન તો યુરોપિયન દેશોના સૈનિકો યુક્રેનમાં ઉતરશે અને ન તો યુક્રેનને મદદ કરશે. નાટો દેશોની પોતાની લડાઈ લડવા માટે. બીજી તરફ રશિયા માટે યુદ્ધ આસાન રહ્યું નથી. રશિયા 18 દિવસમાં મોટી સફળતા મેળવી શક્યું નથી, જ્યારે બ્લૂમબર્ગે આર્થિક પ્રતિબંધોને કારણે રશિયાને 2 લાખ 25 હજાર કરોડનું નુકસાન થવાનો અંદાજ મૂક્યો છે અને આ નુકસાન સતત વધી રહ્યું છે.