જ્યોતિષ ટિપ્સ:એવુ માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. એટલે જ વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે.
એવું માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. દરેક વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે. લગ્ન, નવા ઘરમાં પ્રવેશ, મુંડન વગેરે જેવા શુભ કાર્ય માટે લોકો શુભ સમયની રાહ જુએ છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાતને જાણે છે કે 24 કલાકમાં એવો મુહૂર્ત હોય છે, જેમાં કરેલું કામ ચોક્કસ પૂરું થાય છે. આ શુભ સમયની અને મુહૂર્તની વાતો ખાસ જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ છે.
અભિજીત મુહૂર્તમાં કરો કોઇ પણ શુભકાર્ય
જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે, અભિજીત મુહૂર્ત 24 કલાકમાં અમુક સમય માટે નિયમિત રીતે આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં અભિજીત મુહૂર્તને શુભ માનવામાં આવે છે. આપ કોઈ પણ શુભ કાર્ય આ દિવસના મૂહૂર્તમાં શકો છો. આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય થઈ શકે છે.
જ્યોતિષીઓ કહે છે કે, અભિજીતનો અર્થ વિજય થાય છે. એવો સમય જે દરેક કાર્યમાં વિજય અને સફળતા લાવે છે. વર્ષમાં અનેક શુભ મુહૂર્ત હોય છે. પરંતુ જો આપ કોઈ આપ કોઇ ખાસ કામ ઉતાવળમાં કરવા ઈચ્છો છો અને કોઈ શુભ દિવસ નજીક નથી. આવી સ્થિતિમાં દિવસ દરમિયાન અભિજીત મુહૂર્તમાં આપ આ કામ કરી શકો છો. આ શુભ મૂહૂર્તમાં કરેલા કામના સફળતાની શક્યતા અનેક ગણી વધી જાય છે.
આ રીતે કરો અભિજીત મુહૂર્તની ગણના
અભિજિત મુહૂર્તની ગણતરી કરવાની પદ્ધતિ જ્યોતિષમાં જણાવવામાં આવી છે. દરરોજ અભિજિત મુહૂર્ત દિવસના 24 મિનિટ પહેલા એટલે કે બરાબર બપોર પછી અને 24 મિનિટ પછી હોય છે.
ભારતીય સમય અનુસાર આ અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યા પહેલા 24 મિનિટ અને બપોરે 12 વાગ્યા પછી 24 મિનિટ ચાલે છે. દિવસની આ 48 મિનિટ કોઈપણ કાર્ય માટે શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસના આ સમયે કરવામાં આવેલા કામમાં વ્યક્તિનો વિજય અને સફળતા મળવાની સંભાવના છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.