Summer Tips: જો દરરોજ અને દર વખતે તડકામાં જતા પહેલા મોંઘી સનસ્ક્રીન લગાવવી શક્ય ન હોય તો ચિંતા કરશો નહીં. કાચા બટાકામાંથી બનાવેલી આ ટિપ્સને અનુસરો, સમરમાં થતી ટૈનિંગની સમસ્યાથી મુક્તિ મળશે


કોઈ પણ જાતના રક્ષણ વિના તડકામાં 10 મિનિટ વિતાવી તમારી ત્વચાની સુંદરતા 7 દિવસ સુધી છીનવી શકે છે. ઉનાળાની ઋતુમાં ત્વચાની રંગત ઉડી જવી એક  એક સામાન્ય સમસ્યા છે. ઘણી વખત ઓફિસ અને ઘરના કામના કારણે તડકામાં બહાર જવું પડે છે. કોલેજ જતા વિદ્યાર્થીઓ કે કોચિંગમાં જતા યુવાનોને ઘણીવાર સૂર્યપ્રકાશનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ટેનિંગની સમસ્યા થવી સામાન્ય વાત છે.


આપણે બધા જાણીએ છીએ કે સનસ્ક્રીન ખૂબ મોંઘી હોય છે અને દરેક વ્યક્તિ માટે સારી એસપીએફની સનસ્ક્રીન ખરીદવી અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરવો શક્ય નથી. આવી સ્થિતિમાં, આપણે બધાને આવી સરળ ઘરેલું રેસિપીની જરૂર છે, જે સસ્તી હોવાની સાથે સાથે ખૂબ અસરકારક પણ છે. જેથી સામાન્ય પરિવારની ઘરની મહિલાઓથી લઈને કોલેજ જતી યુવતીઓ સુધી દરેક તેનો આરામથી ઉપયોગ કરી શકે. તો આજે અમે તમારા માટે આવી જ ખાસ ટ્રીક જણાવી રહ્યાં છે.


કાચા બટાટા કરશે કમાલ


કાચા બટેટા ત્વચા માટે  ઉત્તમ છે. આયર્ન, પોટેશિયમ, વિટામીન-એ, વિટામીન-ડી જેવા ગુણોથી ભરપૂર બટેટાનો સ્કિન માટે ઉપયોગ તમારી ત્વચા પર પાર્લર જેવો નિખાર આપશે.  બસ જરૂરી છે કે તમે દરેક ઋતુ પ્રમાણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો. તો ચાલો જાણીએ કે ઉનાળામાં ત્વચા પર કાચા બટેટાનો ઉપયોગ કઈ પદ્ધતિથી કરવો જોઈએ.


બટાટાનું ફેસપેક બનાવવાની સામગ્રી



  • 1 કાચું બટાટું

  • ગુલાબજળ

  • મુલતાની માટી, ચંદન પાવડર,ચોખાનો લોટ


કેવી રીતે બનાવશો બટાટાથી ફેસ માસ્ક


સૌથી પહેલા બટાટાને છીણી લો, આ છીણને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો.છીણથી ચહેરા પર મસાજ કરો.


હવે બાકી રહેલા બટાટાના છીણાં ચોખાનો લોટ, મુલતાની માટી, ચંદન પાવડર અને ગુબાલજળ મિક્સ કરો આ પેકને ફેસ પર લાગવો અને 20 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો, બાદ વોટર બેઇઝડ મોશ્ચરાઇઝર કે એલોવેરા જેલ લગાવી લો. આ ફેસપેક રોજ લગાવવાથી સાત દિવસની અંદર ત્વચા પર નિખાર આવશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.