હાસ્ય એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આજે જ્યોતિષ અને વિજ્ઞાન બંને આ વસ્તુને સ્વીકારી રહ્યા છે. આ બંને મુજબ વ્યક્તિ હસાવવાથી જ અનેક પ્રકારના રોગોથી મુક્તિ મેળવી શકે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં વ્યક્તિએ ભૂલીને હસવું ન જોઈએ. પરંતુ જો આ સ્થાનો પર કોઈ વ્યક્તિ હસે તો પણ તે પાપનો ભાગીદાર બને છે.


આ 5 જગ્યા પર ભૂલથી પણ ન હસવું જોઈએ

સ્મશાનમાં હસવું ન જોઈએ: જો કોઈ વ્યક્તિ સ્મશાનગૃહ પર હસે છે તો તે 100 પાપો સમાન માનવામાં આવે છે. સ્મશાનભૂમિમાં હસવું શોકમાં ડૂબેલા વ્યક્તિના પરિવારનું પણ અપમાન માનવામાં આવે છે.

નનામીની પાછળ પણ ક્યારેય ન હસો: જ્યારે મૃતકની સ્મશાન યાત્રામાં જઈએ ત્યારે પણ ન હસવું જોઈએ. આમ કરવાથી મૃત વ્યક્તિનું અપમાન માનવામાં આવે છે.

શોકજન કુટુંબની મુલાકાત લેવા પર: જ્યારે કોઈ શોકજન કુટુંબને સાંત્વના પાઠવવા જઈએ ત્યારે પણ આપણે હાસ્ય ટાળવું જોઈએ. શોકાકુળ પરિવારને ત્યાં જતી વખતે ફાલતુ વાતો કે ગપ્પા ન મારવા જોઈએ.

મંદિરમાં પણ હસવું ન જોઈએ: આપણે ક્યારેય કોઈ પણ મંદિરમાં હસવું ન જોઈએ. આપણે ભગવાન પાસે કંઇક માંગવા માટે મંદિરમાં જઇએ છીએ. આપણે શાંત મનથી ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી જોઈએ.

કોઈ પણ ધાર્મિક કથામાં જતા: ભગવાનની કથા થઈ રહી હોય ત્યાં પણ આપણે હાસ્ય ટાળવું જોઈએ. કથામાં હસી મજાક કરવાથી આપણે જ્ઞાનની વાતોથી વંચિત રહીએ છીએ અને બજા લોકોને પણ તેનાથી તકલીફ પડે છે.

આ છે ભાજપમાં જોડાયેલી બંગાળની હોટ એક્ટ્રેસ પાયલ સરકાર, જુઓ ગ્લેમરસ PICS

Coronavirus: દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, દોઢ મહિના પછી આટલા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

કોરોના કાળમાં ક્રિકેટના મેદાન પર આટલી મોટી સંખ્યામાં જોવા મળ્યા પ્રશંકો, જુઓ વિશ્વના સૌથી મોટા Narendra Modi Stadium ની તસવીરો