Pink Alum Upay: વાસ્તુ શાસ્ત્રમાં અનેક ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી ચીજો નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું અને સકારાત્મક ઉર્જાને બનાવી રાખવાનું કામ કરે છે. ઘરની નકારાત્મકતા દૂર કરવા અનેક ચીજો છે, તેમાંથી એક ગુલાબી ફટકડી છે.  સફેદ ફટકડીથી અલગ ગુલાબી ફટકડીનો વાસ્તુમાં ખૂબ ચમત્કારી ચીજ તરીકે ઉપયોગ કરવામાં આવે ચે.


વાસ્તુ જાણકારોના કહેવા મુજબ ગુલાબી ફટકડી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને જડમાંથી ખતમ કરી દે છે. એટલું જ નહીં તેના ઉપાયોથી ઘરમાં ધન-સંપત્તિનું આગમન થાય છે. આવો જાણીએ ગુલાબી ફટકડીના ઉપયોગો અંગે..


ગુલાબી ફટકડીના ઉપાય


વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં સાસુ-વહુ વચ્ચે જરા પણ ન બનતું હોય કે સંબંધોમાં તણાવ રહેતો હોય તો ઘરના દરેક લોકો પર તેનો પ્રભાવ જોવા મળે છે. આ ઉપરાંત જો બાપ-દિકરા વચ્ચે પણ લડાઈ-ઝઘડા થતા હોય અને પરિવારમાં કલેહ હોય તો ગુલાબી ફટકડીનો ઉપયોગ કારગર છે.


આ સ્થિતમાં બગડેલા સંબંધ સુધારવા અને મધુરતા જાળવી રાખવા માટે ઘરના લિવિંગ રૂમના એક ખૂણામાં કોઈ વાસણમાં ગુલાબી ફટકડી છૂપાવીને રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. તેનાથી પરિવારના દરેક સભ્યનો સ્વભાવ સુધરશે અને ઘરમાં થતા લડાઈ-ઝઘડાથી છૂટકારો મળશે.


માનસિક શાંતિ અને તણાવથી બચવા માટે પણ ગુલાબી ફટકડીનો ઉપયોગ કારગર છે. ઘરમાં પ્રવેશતાં જ તમને તણાવ અનુભવાતો હોય તો મુખ્ય દ્વાર પાછળ ગુલાબી ફટકડી રાખો, તેનાથી તણાવ ઓછો થશે.


જો પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈ વિવાદ હોય કે તણાવના કારણે નિંદર ન આવતી હોય તો બેડરૂમમાં ગુલાબી ફટકડી રાખી દો. તે તણાવ અને નકારાત્મકતાને બિલકુલ ખતમ કરી દેશે. તેનાથી ઘર પરિવારમાં ફરીથી ખુશીઓ આવી શકે છે.


કહેવાય છે કે જે લોકોને વારંવાર નજર લાગતી હોય તેમણે પણ નિયમતિત રીતે ગુલાબી ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ.


Disclaimer: અહીંયા આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને માન્યતા પર આધારિત છે. એબીપી ન્યૂઝ કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાનો અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.