Heat stroke: હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીથી હાલ કોઇ રાહત મળે તેવા સંકેત નથી મળી રહ્યાં છે.કાળઝાળ ગરમી બની જીવલેણ, રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં 15નાં મોત, હિટ સ્ટ્રોકના 30થી વધુ નોંધાયા કેસ  નોંધાયા છે.


સુરતમાં હિટવેવના કારણે  ત્રણ વ્યક્તિના અચાનક મોત થયા છે. નાની વેડનો 32 વર્ષીય યુવાન, ઘોડદોડ રોડના 35 વર્ષીય યુવાન અને કાપોદ્રામાં 41 વર્ષીય રત્નકલાકારનું  બેભાન થયા બાદ અચાનક જ  મોત થયું છે. સૂર્યના આકરા તાપ વચ્ચે સુરત શહેરમાં એકાએક બેભાન થવા અને છાતીમાં દુઃખાવાની ફરિયાદાવાળઆ કેસમાં સતતત વધારો થઇ રહ્યો છે.  સુરતના  નાની વેડનો  32  વર્ષીય યુવાન, ધોડદોડ રોડના 35 વર્ષીય યુવાન, કાપોદ્રામાં 41 વર્ષીય યુવાન રત્નકલાકારની તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામમાં શિવાજી નગરમાં રહેતો 32 વર્ષીય ભીખા સોમાભાઇ કુંવર ગત સાંજે નાની વેડ ખાતે જગીરાવાડી પાસે અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. આ અંગે જાણ થતા 108 દ્વારા તાબડતોબ તેમને હોસ્પિટલ સારવાર અર્થે પહોચાડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઇ જતાં ડોક્ટરે તેમે મૃત જાહેર કર્યો હતો.
બીજા બનાવમાં ધોડદોડ રોડ પર સાવલાની એસ્ટેટ ખાતે રહેતો 35 વર્ષીય રોહન હરીશ ભેડા પણ મંગળવારે ઘરમાં બેડરૃમમાં અચાનક તબિયત લથડતાં  બેભાન થઇ ગયો હતો. જ્યાં તેને  ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની  બહેન  અને  પિતા કન્ટ્રકશના કામ સાથે સંકળાયેલા છે. જયારે તે પણ કોઇ વખત કન્ટ્રકશન સાઇટ ઉપર જતો હતો.

ત્રીજા બનાવમાં કાપોદ્રામાં શ્રીજી કૃર્પા સોસાયટીમાં રહેતો 41  વર્ષીય રાજેશ પરબતભાઇ ભેડા  ગત મોડી સાંજે નોકરી કરીને  ઘરે ગયા બાદ અચાનક બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.  તો જૂનાગઢમાં પણ આ જ રીતે એક વ્યક્તિનું મોત થયું છે. રાજેશ મુળ પમ અચાનક બેભાન થઇ ગયા હતા. જેને હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતા. આ કેસમાં પણ  ગરમીના કારણે હાર્ટ અટેકથી મોત થયાની આશંકા સેવાઇ રહી છે.


 


વડોદરામાં અસહ્ય ગરમીની બિમારીને લઈને મોતનો સિલસિલો યથાવત છે. છેલ્લા 24 કલાકમાં ગરમીની બિમારીને લઈને વધુ બે વૃદ્ધોએ જીવ ગુમાવ્યા છે .તો છેલ્લા ચાર દિવસમાં 15 લોકોના મોત  નિપજ્યા છે.  સન સ્ટ્રોકના કારણે છેલ્લા ચાર દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 30 કોલ મળ્યાં છે.