Monsoon Update: કાળઝાળ ગરમી વચ્ચે દેશના મોટાભાગના રાજ્યોમાં હવે માત્ર ચોમાસા (Monsoon)ના વરસાદ (Rain)ની રાહ જોવાઈ રહી છે. દેશની રાજધાની દિલ્હી આ દિવસોમાં સૌથી વધુ ગરમ છે. શુક્રવારથી દિલ્હીના નજફગઢમાં મહત્તમ તાપમાન 47 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે. પરંતુ સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું સમય પહેલા આગળ વધી રહ્યું છે અને સારો વરસાદ (Rain) લાવવા જઈ રહ્યું છે. તો ચાલો જાણીએ, તમારા રાજ્યમાં ચોમાસુ દસ્તક આપશે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશે છે. સામાન્ય રીતે તે ઉછાળા સાથે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. આ પહેલા 22મી મેના રોજ ચોમાસું આંદામાન અને નિકોબારમાં પહોંચ્યું હતું. આ વખતે ચોમાસું સામાન્ય કરતાં 3 દિવસ વહેલું એટલે કે 19મી મેના રોજ આંદામાનમાં આવી ગયું છે.
ક્યા રાજ્યમાં કાયરે ચોમાસા (Monsoon)ની એન્ટ્રી થશે
આંદામાન નિકોબાર - 22 મે
બંગાળની ખાડી - 26 મે
કેરળ, તામિલનાડુ - 1 જૂન
કર્ણાટક, આંધ્રપ્રદેશ અને આસામના કેટલાક ભાગો - 5 જૂન
મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો ઉપરનો ભાગ, પશ્ચિમ બંગાળ - 10 જૂન
ગુજરાત અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારની સરહદ - 15 જૂન
ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગો - 20 જૂને
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર - 25 જૂન
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ - 30 જૂન
રાજસ્થાન - 5મી જુલાઇ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અલ નીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નીનાની સ્થિતિ સક્રિય બની રહી છે જે આ વર્ષે સારા ચોમાસા (Monsoon) માટે સાનુકૂળ છે. જેના કારણે ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. તે જ સમયે, લા નીના સાથે, આ વર્ષે સારા ચોમાસા (Monsoon) માટે ઇન્ડિયન ઓશન ડીપોલ (IOD)ની સ્થિતિ પણ અનુકૂળ બની રહી છે, જે ચોમાસા (Monsoon) માટે સકારાત્મક સંકેતો છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી 26 મે સુધી આકરમી ગરમી પડશે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આગામી 26 મે બાદ ગરમીમાં થશે ઘટાડો થશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં 40 ડિગ્રી નીચું જવાની શક્યતાં છે.
અંબાલાલ પટેલે વરસાદને લઈને પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. અંદમાન નિકોબાર ટાપુ પર બેસેલ ચોમાસુ આગળ વધશે. પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વર્ષે બંગાળના ઉપસાગર માં ભારે વાવાઝોડા સર્જાવાની શક્યતા છે. અરબ સાગરમાં જૂન માસમાં ચક્રવાત સર્જવાની શક્યતા છે. 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે.