Wedding Function Tips: ઘણી વખત તમે ગાઉન પહેરતી વખતે કેટલીક ભૂલો કરો છો, જેના કારણે તેનો બેસ્ટ લૂક બેકાર બની જાય છે. આપને આવી ફેશન બ્લન્ડર વિશે જણાવી રહ્યાં છે. જે કરીને લૂક ખરાબ ન કરશો.
વેડિંગ ફંક્શન માટે હાલ ગાઉન ટ્રેન્ડમાં છે. ફંકશન પાર્ટીમાં ગાઉન સિમ્પલ, એલિગન્ટ અને સ્ટાઇલિશ લાગે છે અને તેને કેરી કરવામાં પણ સરળ છે. આજકાલ મોટાભાગની યુવતીઓ લગ્નની સિઝનમાં ગાઉન પહેરવાનું પસંદ કરી રહી છે. ફ્યુઝન ફેશન ટ્રેન્ડ અનુસાર ગાઉન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓ કે જેઓ હેવી આઉટફિટ પહેરવાનું પસંદ નથી કરતી અથવા ટ્રેડિશનલ લૂક ક્રિએટ કરવા નથી માંગતી તેમના માટે ગાઉન બેસ્ટ ઓપ્શન છે. પરંતુ તે ગાઉન પહેરતી વખતે અથવા તેની સાથે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેનો લુક ખરાબ થઈ જાય છે. આવો, આજે અમે તમને તે ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જેનું પુનરાવર્તન ન કરીને તમે ગોર્જિયશ લૂક મેળવી શકો છો.
હેવી જ્વેલરી
ગાઉન પોતે જ એક હેવી આઉટફિટ છે તો તેના પર હેવી જ્વેલરી કેરી કરવાની ભૂલ ન કરશો. ગાઉનનું લું નેક વર્ક ગાઉનને એટલું રીચ બનાવે છે કે તમારે ફક્ત એક સિમ્પલ ચેન અને લોન્ગ એરિંગ ટીમ અપ કરવાના રહે છે
આરામદાયક ફૂટવેર પહેરો
ગાઉન પોતે જ એક હેવી આઉટફિટ છે, તેમજ તે ફ્લોર ફ્લેયર હોવાથી તેને સંભળાવીને ચાલવું એટલું ઇઝી નથી તો આવા ગાઉન સાથે હિલ્સ ન પહેરીને કમ્પફર્ટ ફૂટવેર પસંદ કરો જેથી આપ પાર્ટીનો ભરપૂર આનંદ પણ લઈ શકશો.
હેરસ્ટાઇલ પર ધ્યાન આપો
જો તમારું ગાઉન ભારે છે, તો તમારા વાળને ખુલ્લા રાખીને ક્યારેય હેરસ્ટાઈલ ન કરો. આ રીતે તમે બન બનાવી શકો છો. જો તમારા વાળ ટૂંકા હોય તો તમે ઓપન હેરસ્ટાઈલ કેરી કરી શકો છો.
હેવી મેકઅપ ન કરો.
લાઇટ મેકઅપ ગાઉન પર સારો લાગે છે. ગાઉન પર ક્યારેય હેવી મેકઅપ ન કરો. આ સાથે તમારો લુક પણ એલિગન્ટ દેખાશે અને તમારું ગાઉન પણ સારી રીતે હાઇલાઇટ થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.