આજના સમયમાં સુંદર દેખાવની હરોળમાં લોકો પોતાના જ શરીર સાથે ઘણા પ્રયોગો કરી રહ્યા છે, લોકો હવે ખાસ કરીને પોતાના ગાલની આસપાસ જમા થયેલી ચરબી દૂર કરીને સુડોળ અને સુંદર દેખાવા માટે સેલિબ્રિટીની જેમ પ્લાસ્ટિક સર્જરી કરાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પણ સુંદર દેખાવાની ઘેલછાથી લોકોને આવું કરવા મજબૂર કરી રહ્યું છે.
વાસ્તવમાં, હોલિવૂડની કેટલીક અભિનેત્રીઓને વધુ સુંદર બનાવનાર ન્યૂયોર્કના પ્લાસ્ટિક સર્જન ડૉ. એન્ડ્રયુ જાકોનોએ કહ્યું કે ચહેરાનો કેટલોક ભાગ તેમના આકારને વ્યાખ્યાયિત કરે છે. ગાલ અને જડબાંની વચ્ચેના ભાગની ચરબીથી ચહેરાનો આકાર નક્કી થાય છે. તે શરીરના વજનના ઉતાર-ચઢાવથી પ્રભાવિત થતો નથી. તે જન્મના સમયથી એક જ પ્રકારનો હોય છે.
કેટલાક લોકોનો ચહેરો દેવદૂત જેવો
યાદ રાખો કે, શરીરના વજનની વધઘટથી ચહેરાના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. તે જન્મના સમયથી એક સરખો જ હોય છે .કેટલાકનો ચહેરો દેવદૂત જેવો છે. ગાલનાં હાડકાં ચીકબોંસનો ઉભાર વધુ હોય છે. ડૉ. એન્ડ્રયુ ઇટાલીના પેઇન્ટર રાફેલની કૃતિ સિસ્ટીન મેડોનામાં નીચે તરફ બે ગોળ ચહેરો ધરાવતી પરીઓનું ઉદાહરણ આપતા કહે છે કે તે ગાલની ચરબી દૂર કરવા માટેની સર્જરી માટે સૌથી વધુ લાગુ પડે છે. લોકોમાં આ સર્જરીનો ટ્રેન્ડ વધ્યો છે.
5 વર્ષ પહેલાંની તુલનામાં 3 ગણી વધુ સર્જરી
જેકોનો કહે છે કે આ સર્જરી નવી નથી, પરંતુ તેનો ટ્રેન્ડ વધ્યો છે. હવે તેઓ 5 વર્ષ પહેલા કરતા 3 ગણી વધુ સર્જરી કરી રહ્યા છે. સર્જન ડૉ. લારા ડેવગન અનુસાર આ એક ગોપનીય પ્રકારની પ્લાસ્ટિક સર્જરી છે. તેમાં ચહેરામાં એકથી બે મિલીમીટરનો બદલાવ ચહેરાને ચાર ચાંદ લગાડે છે. જો પહેલાંથી જ ગાલોના આ ભાગમાં ચરબી ઓછી હોય તો સર્જરીથી તે હિસ્સો વધુ સંકોચાય છે. તેનાથી લકવાની પણ શક્યતા રહે છે.
ભારતમાં પ્લાસ્ટિક સર્જરી 50% સસ્તી, વિદેશથી આવી રહ્યા છે લોકો
ભારતમાં પ્લાસ્ટિક સર્જરી માટે અમેરિકા, આફ્રિકા અને અન્ય દેશોમાંથી લોકો આવે છે. અમેરિકા, યુરોપ અને મધ્ય-પૂર્વની તુલનામાં ભારતમાં તે 50% સસ્તી છે. ભારત દુનિયા માટે ખૂબ ઝડપી ગતિએ સૌથી સસ્તા દરે પ્લાસ્ટિક સર્જરીનું હબ બની રહ્યું છે.